Video: હું 45 વર્ષથી વિવાહિત છું, ક્યારેય ગુસ્સો નથી કરતો: ઉપરાષ્ટ્રપતિ

મણિપુર હિંસાને લઇ રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષનો હંગામો હજુ પણ ચાલી રહ્યો છે. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષની પાર્ટીઓ સતત સદનમાં નિયમ 267 હેઠળ ચર્ચા કરવાની માગ કરી રહ્યા છે. પણ હજુ સુધી પરવાનગી મળી નથી. જેને લઇ બંને સદનોમાં હંગામો જોવા મળી રહ્યો છે. આ હંગામાની વચ્ચે રાજ્યસભામાં ગુરુવારે જરા હળવો માહોલ જોવા મળ્યો. જ્યારે સભાપતિ જગદીપ ધનખડ અને વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની વચ્ચે મજાકિયા અંદાજમાં ચર્ચા થઇ.
ચર્ચા દરમિયાન જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તમે ગુસ્સે થઇ ગયા હતા તો જગદીપ ધનખડે કહ્યું કે હું 45 વર્ષથી વિવાહિત છું અને ક્યારેય ગુસ્સો કરતો નથી. આ મજેદાર ચર્ચા પર સદનમાં માહોલ હળવો થઇ ગયો અને સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
મણિપુર મામલાને લઇ ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું જ્યારે પણ મારી વાત કહેવા માગુ છું ત્યારે જ બે મિનિટમાં મારુ માઇક બંધ કરી દેવામાં આવે છે. મેં તમને જણાવ્યું પણ કદાચ તમે ગુસ્સામાં હતા. કોંગ્રેસ નેતાના આ નિવેદન પર ચેરમેન જગદીપ ધનખડે રમૂજી અંદાજમાં જવાબ આપ્યો કે, હું પાછલા 45 વર્ષથી વિવાહિત છું અને ક્યારેય ગુસ્સો કરતો નથી.
આ મજેદાર વાતનો સિલસિલો અહીં જ ન થંભ્યો. જગદીપ ધનખડે કહ્યું કે, પી ચિદંબરમ પણ આ વાતને માનશે કે વરિષ્ઠ વકીલ તરીકે અમે ગુસ્સો કરી શકતા નથી. જેના પર વિપક્ષ નેતાએ કહ્યું કે, તમે ગુસ્સો તો બરાબર કરો છો, બસ દેખાડતા નથી. આ વાત પર ન માત્ર સદનના અન્ય સભ્યો બલ્કે જગદીપ ધનખડ પણ પોતે હસવા લાગ્યા.
મણિપુરમાં પાછલા 3 મહિનાથી ચાલી રહેલી હિંસાને લઇ વિપક્ષ કેન્દ્ર સરકારને બંને સદનોમાં આ વિષયને લઇ ચર્ચાની માગ કરી રહ્યા છે. વિપક્ષની માગ છે કે સદનમાં નિયમ 267 હેઠળ ચર્ચા કરવામાં આવે, જ્યારે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે નિયમ 167 હેઠળ ચર્ચા થાય.
Viral Video: राज्यसभा चेयरमैन जगदीप धनखड़ बोले— मैं 45 साल से शादीशुदा हूं और कभी गुस्सा नहीं करता, जब सदन में लगे जमकर ठहाके pic.twitter.com/vVvxV6NnID
— santosh singh (@SantoshGaharwar) August 3, 2023
કારણ એ છે કે, જો નિયમ 267 હેઠળ ચર્ચા કરવામાં આવે છે તો તેમાં લાંબા સમય સુધી બોલવાનો સમય મળે છે અને અન્ય કામોને રોકીને આ વિષયે ચર્ચાને લંબાવી શકાય છે. જોકે, સરકાર જે નિયમની વાત કરી રહી છે તેના હેઠળ નક્કી કરેલા સમયની અંદર જ ચર્ચા કરી શકાય છે અને પાર્ટીઓને બોલવા માટે અમુક મિનિટો જ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp