લોકસભાની ચૂંટણી અગાઉ ઘરે-ઘરે રામનું નામ, સમજો શું પ્લાન બનાવી રહી છે BJP?
આ વાત વર્ષ 1989ની છે, જ્યારે ભાજપ બન્યાના 9 વર્ષ થઈ ચૂક્યા હતા, જગ્યા હિમાચલ પ્રદેશની પાલમપુરા હતી અને અહી પહેલી વખત ભાજપે ઔપચારિક રૂપે VHPની રામ મંદિરની માગનું સમર્થન કર્યું હતું. આ એ સમય હતો, જ્યારે અડવાણી ભાજપના અધ્યક્ષ હતા, જ્યારે સમર્થનની જાહેરાત થઈ. જસવંત સિંહ બેઠક છોડીને જતા રહ્યા હતા. RSS સાથે જોડાયેલી સાપ્તાહિક પત્રિકા ઓર્ગેનાઇઝરના પૂર્વ સંપાદક શેષાદ્રી ચારીએ એક અખબારને જણાવ્યું હતું કે પાલમપુરના આ સત્રમાં જે કંઇ થયું ભાજપની રાજનીતિમાં એક મોટો વણાંક હતો.
અહી ગાંધીવાદની વિચારધારા સાથે એક વણાંક હિન્દુત્વ તરફ વળ્યો અને બે રસ્તા બનતા નજરે પડ્યા. લગભગ આ જ સમયે RSSની પૃષ્ઠભૂમિવાળા મુરલી મનોહર જોશી ભાજપના બીજા સૌથી મહત્ત્વપૂર્ણ નેતા તરીકે ઉભર્યા. હવે લોકસભાની ચૂંટણી નજીક છે. કોંગ્રેસ અને ભાજપ બંને જ રાજકીય પાર્ટીએ સામાન્ય ચૂંટણીના આ દંગલમાં ઉતરવાની રૂપરેખા બનાવવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં કોંગ્રેસે સંગઠનમાં બદલાવ કર્યા છે.
ભાજપના ટોપ નેતા સતત બેઠકો કરીને આગામી કાર્યક્રમોને જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટનું ઉદ્વઘાટન પણ કરવાના છે. એમ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ રામ મંદિર સાથે જોડાયેલા આ કાર્યક્રમને લોકસભાની ચૂંટણીમાં પોતાના પ્રચારનો આધાર બનાવવાનો પૂરો પ્રયાસ કરશે. ભાજપે ગામે ગામ રામોત્સવ કાર્યક્રમની યોજના પણ બનાવી છે અને એવો માહોલ બનાવવાનો ઇરાદો છે કે વર્ષો અગાઉ પાર્ટીએ જે વાયદો કર્યો હતો તેને નીભાવ્યો છે.
આગામી મહિને થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને RSS પ્રમુખ મોહન ભાગવત સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં રામ મંદિર ટ્રસ્ટે બધા પૂર્વ વડાપ્રધાનો, બધા રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખો, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, દલાઇ લામા, ફિલ્મ એક્ટર અમિતાભ બચ્ચન, રજનીકાંત અને માધુરી દીક્ષિતને નિયમંત્રણ મોકલ્યું છે.
રાજકીય રૂપે માનવામાં આવી રહ્યું છે કે ભાજપને લાગે છે કે આ કાર્યક્રમ પાર્ટી માટે લોકસભાની ચૂંટણીની લડાઇમાં એક મહત્ત્વની કડી સાબિત થશે. કલમ 370 હટાવવી અને રામ મંદિર બનાવવું આ બંને જ મુદ્દાને ભાજપના ખૂબ જૂના વાયદાઓ તરીકે જોવામાં આવે છે. પાર્ટી પોતાના પ્રચારમાં ખાસ કરીને એમ કહેશે કે અમે વાયદા પૂરા કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp