મુસ્લિમોનો રસ્તો નથી, હવે બુલડોઝર લઈને યાત્રા કાઢીશુઃ VHPની જાહેરાત
અમે જ્યાં રહીએ છીએ ત્યાંના સંવિધાનને માનીએ છીએ. અમે રૂટ પર જ માર્ચ કાઢી. અમે પોલિસ અને પ્રશાસનની પરવાનગી લઇને જ યાત્રા કાઢી હતી. જય શ્રી રામના નાર લગાવવા ખોટું નથી. બીજીવાર અને બુલડોઝર પર જ ભગવાન રામની પ્રતિમા મુકીને યાત્રા કાઢીશું. આ વાત હાવડામાં રામનવમી શોભાયાત્રાની પ્રમુખ સંયોજક અને દુર્ગાવાહિની દક્ષિણ બંગની પ્રમુખ ઋતુ સિંહે કહી. તેમજ, પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસાને લઇને રાજ્યમાં રાજકારણ પણ ગરમાયુ છે. હિંદુ સંગઠનોએ હાઈકોર્ટ જવાની તૈયારી કરી છે. તેમજ, ઘટનાની તપાસ NIA પાસે કરાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
ઋતુ સિંહે કહ્યું કે, અમે ગેરકાયદેસર કશું જ નથી કર્યું. રામ નવમી પર યાત્રા કાઢવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. બેવાર પોલીસ અને પ્રશાસન સાથે અમારી બેઠક થઈ. બેઠકમાં જણાવી દેવામાં આવ્યું હતું કે, જુલૂસમાં જય શ્રી રામના નારા લાગશે. એક ચેનલ સાથે વાતચીતમાં હિંદુ સંગઠનની નેતાએ કહ્યું કે, શું રસ્તા તેમના (મુસ્લિમો) છે, અમારા નથી? ત્યાં હિંદુ પણ રહે છે. આઠ-દસ કોમ્પ્લેક્સ છે જ્યાં માત્ર હિંદુઓ રહે છે. મુસ્લિમોનો રસ્તો નથી. દસ વર્ષથી અમે એ જ રસ્તા પર યાત્રાનું આયોજન કરીએ છીએ.
ઋતુ સિંહે કહ્યું કે, અમે ડીજે લઇને નીકળ્યા હતા. અમારા જુલૂસમાં ક્યાંય બુલડોઝર નહોતું. તેમ છતા પણ અમને લોકોને કહેવામાં આવ્યું કે, અમે યાત્રામાં બુલડોઝર લઈને ગયા હતા, જો એવો આરોપ લાગી રહ્યો છે તો અમે આ વખતે જાહેરાત કરીએ છીએ કે બીજીવારની યાત્રામાં બુલડોઝર હશે. તેમણે કહ્યું કે, બુલડોઝરમાં જ ભગવાન શ્રી રામને બિરાજમાન કરીને યાત્રા કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે, હાવડા હિંસાના મામલામાં અમે CBI અને INAની તપાસની માંગ કરીશું. હાઈકોર્ટમાં અરજી કરવા જઈ રહ્યા છીએ. VHP તરફથી રાજ્યપાલને પણ આવેદન આપીશું.
છેલ્લાં કેટલાક વર્ષોથી જ્યારે પણ પશ્ચિમ બંગાળમાં કોઈપણ ધાર્મિક સમારોહ અથવા જુલૂસને લઈને ઝડપો થાય છે, તો આવનારા થોડાં દિવસોમાં જે કંઈ પણ હોય છે, તે રાજકીય ઘમાસાન અને પૈસા ખર્ચ કરનારા એપિસોડની એક શ્રૃંખલા થાય છે. આશ્ચર્યની વાત નથી કે હાવડા જિલ્લામાં ગુરુવારે રામનવમીના જુલૂસને લઈને થયેલી ઝડપો, જે શુક્રવાર બપોર સુધી ચાલુ રહી, એ પણ આ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એ સ્વીકાર કરતા કહ્યું હતું કે, સ્થિતિને ગંભીર થતા પહેલા જ નિયંત્રણમાં લાવવામાં રાજ્ય પોલીસ તરફથી ચૂક થઈ છે, જુલૂસના આયોજકોને, જે તેમના અનુસાર BJPના સમર્થક છે, હિંસા માટે જવાબદાર ગણાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp