બાળકીના શરીર પર રામ-રામ અને રાધે-રાધે શબ્દ ઉપસી આવ્યા, ડૉક્ટરો પણ હેરાન

PC: india.postsen.com

ઉત્તર પ્રદેશના હરદોઈમાં આશ્ચર્યમાં પાડે એવી એક ઘટના સામે આવી છે. જ્યાં એક 8 વર્ષની બાળકીના શરીર પર રાધે-રાધે અને રામ-રામ જેવા શબ્દો ઉપસી આવ્યા છે. જેને જોઇ બાળકીના પરિજનો જ નહીં બલ્કે હોસ્પિટલના ડૉક્ટરો પણ હેરાનીમાં છે. આ મામલે હજુ સુધી કોઇને કશું પણ સમજાઈ રહ્યું નથી. કોઈ આને ચમત્કાર કહી રહ્યા છે તો કોઈ ભગવાનનો આશીર્વાદ. તો બાળકીના બાબાએ જણાવ્યું કે તેને પૂજા-પાઠમાં ઘણી રૂચિ છે. માટે આવું થઇ રહ્યું છે.

આ કિસ્સો હરદોઈના માધોગંજ બ્લોકના ગામ સહિજનનો છે. જ્યાં રહેનારા ખેડૂત દેવેન્દ્રની 8 વર્ષની દીકરી સાક્ષીના શરીર પર પાછલા 15-20 દિવસોથી ભગવાનના નામ ઉપસીને આવી રહ્યા છે. હિંદી ભાષામાં ઉપસીને આવનારા આ નામ વાંચી શકાય એમ છે. શરૂઆતમાં આ નામ વાંચીને પરિવારે ધ્યાન આપ્યું નહીં, પણ ત્યાર પછી આ બાળકીને લઇ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં ડૉક્ટર પણ તેને જોઇને હેરાન થઇ ગયા. પરિવારે જણાવ્યું કે બાળકીને જોયા પછી ડૉક્ટર પણ આ સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નહીં.

ડૉક્ટરોનું કહેવું છે કે, મેડિકલ સાયન્સમાં આ પ્રકારની કોઇપણ ઘટનાનો ઉલ્લેખ નથી. ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા પછી બાળકીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તો દીકરીના શરીર પર અચાનક હિંદુ દેવી-દેવતાના નામ ઉપસી આવવાથી હેરાન પિતા દેવેન્દ્રએ જણાવ્યું કે, આવું એક બે દિવસ પહેલા નહીં બલ્કે – દિવસોથી થઇ રહ્યું છે. તેમની દીકરીના હાથ, પગ, પેટ અને પીછ પર અચાનકથી ભગવાનના નામ ઉપસવાના શરૂ થઇ ગયા છે. જેને લઇ પરિવારના લોકો તો પરેશાન છે, સાથે જ ગામના લોકો, શાળા અને હોસ્પિટલના ડૉક્ટરો પણ હેરાન છે.

બાળકીની તપાસ કર્યા પછી PHCના ડૉક્ટર સંજયે બાળકીને મેડિકલ કોલેજમાં લઇ જવાની સલાહ આપી. ડૉ.સંજયે જણાવ્યું કે આ પહેલા તેમણે ક્યારેય પણ આ રીતનો કેસ જોયો નથી. તો સાક્ષીના બાબા શિવ બાલકે જણાવ્યું કે, તેમની પૌત્રી પૂજામાં વધારે ભાગ લે છે. તેમનો આખો પરિવાર ધાર્મિક અને સાત્વિક છે. બની શકે કે બાળકીના શરીર પર આવનારા આ રીતનો ચમત્કાર ઈશ્વરીય આશીર્વાદનું ફળ છે. તેમની દીકરી પર રામજી અને રાધા રાનીની કૃપા થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp