બળાત્કારના દોષી રામ રહીમ પર સાતમી વાર સરકાર મહેરબાન, 30 દિવસના પેરોલ પર આઝાદ

PC: derasachasauda.org

બળાત્કારનો દોષી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ફરી એક વખત પેરોલ પર જેલમાંથી મુક્તિ મળી ગઈ છે. આ વખત આ અવધિ 30 દિવસની છે. આ પહેલીવાર નથી આ પહેલા 6 વાર તેને પેરોલ મળ્યા છે અને હવે સાતમી વાર રાજ્ય સરકાર આ બળાત્કારી પર મહેરબાન થઈ છે અને તેને જેલમાં કાઢીને 30 દિવસના પેરોલ આપી દીધા છે. આ અગાઉ પણ ગયા વર્ષે 40-40 દિવસો માટે રામ ગુરમીત રહીમને છોડવામાં આવી ચૂક્યો છે. ગુરમીત રામ રહીમ ડેરાના સિરસા સ્થિત મુખ્યાલયમાં પોતાના આશ્રમ પર 2 મહિલા અનુયાયીઓ સાથે બળાત્કારના આરોપમાં દોષી સાબિત થવા પર તેને 20 વર્ષની સજા મળી છે. ગુરમીત રામ રહીમને ઑગસ્ટ 2017માં પંચકુલામાં CBIની એક વિશેષ કોર્ટે દોષી ઠેરવ્યો હતો.

ગુરમીત રામ રહીમને વર્ષ 2002માં ડેરા પ્રબંધક રંજીત સિંહની હત્યાનું ષડયંત્ર રચવા માટે પણ ગયા વર્ષે 4 અન્ય લોકો સાથે દોષી ઠેરવવામાં આવ્યો હતો. ડેરા પ્રમુખ અને 3 અન્ય લોકોને વર્ષ 2019માં 16 વર્ષથી વધુ સમય અગાઉ એક પત્રકારની હત્યાના કેસમાં પણ દોષી કરાર આપવામાં આવ્યો હતો. રોહતકની સુનારિયા જેલમાંથી મુક્ત થયા બાદ ગુરમીત રામ રહીમના કાફલાની ગાડીઓ બરનાવા સ્થિત ડેરા આશ્રમમાં પહોંચી હતી. રામ રહીમનો બરનાવા સ્થિત ડેરા આશ્રમમાં જ 30 દિવસોની પેરોલ અવધિમાં રહેવાનો પ્લાન છે.

એક રિપોર્ટ મુજબ, રામ રહીમને સિરસા ડેરામાં જવાની મંજૂરી નથી. એ અગાઉ તેના માટે સિરસાથી ઘોડા અને ગાયો પહોંચાડવામાં આવ્યા છે અને ત્યાં સુરક્ષા વધારવામાં આવી છે. રામ રહીમનો 15 ઑગસ્ટના રોજ જન્મદિવસ છે એટલે સજા મળ્યા બાદ તે પહેલી વખત જેલથી બહાર પોતાનો જન્મદિવસ મનાવશે. કેદના 30 મહિનામાં રામ રહીમની આ સાતમી પેરોલ છે.

રામ રહીમનો એક વીડિયો બુધવારે વાયરલ થયો હતો, જેમાં તે પૂર પીડિત લોકો માટે ભગવાન પાસે દુવા માગી રહ્યો છે અને ડેરા પ્રેમીઓને રાહત કાર્યમાં આગળ આવીને હિસ્સો લેવાની અપીલ કરી રહ્યો છે. જો કે, આ વીડિયો રામ રહીમની ગત પેરોલનો છે, જ્યારે આસામમાં પૂર આવ્યો હતો.

શું હોય છે પેરોલ?

પેરોલ સજા પૂરી થવા અગાઉ ગુનેગારને જેલમાંથી મળેલી થોડા દિવસની મુક્તિ હોય છે, જેના માટે સારો વ્યવહાર હોવો પણ એક શરત છે. તેના માટે કેદીને જેલથી બહાર નીકળવા માટે જરૂરી કારણ બતાવવું પડે છે અને સંબંધિત રાજ્યની સરકાર તેને પેરોલ આપવા પર અંતિમ નિર્ણય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp