આંસૂ પણ સૂકાયાઃ માતા, પિતા, મોટા બાપા, મોટી મા, ભાઈનું મોત, હવે બચ્યા બસ 3 બાળકો
રાજધાની જયપુરના ચક્સુ વિસ્તારના ડોયા કી ધાણી ગામમાં રહેતી 13 વર્ષની આરતી ચોવીસ કલાકમાં એટલું બધું રડી છે, હવે માસૂમ દીકરીના આંસુ પણ સુકાઈ ગયા છે. પિતાના અવસાન થયા બાદ તેની માતા અને ભાઈનું પણ અવસાન થયું છે. આ સાથે મોટા બાપુ અને મોટી માંએ પણ દુનિયા છોડી દીધી છે. બે પરિવારના મોભીઓના મૃત્યુ બાદ પરિવારમાં માત્ર ત્રણ બાળકો જ બચ્યા છે.
સમાજ અને પરિવારજનોના લોકોએ ચાર મૃતદેહોને રોડ પર મૂકીને વિરોધ શરૂ કર્યો છે અને આ વિરોધ ઘણાં કલાકો સુધી ચાલુ રહ્યો હતો. આજે આ મામલે CM અશોક ગેહલોતે માનવતા દાખવી છે અને હવે પરિવારના સભ્યોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, પરિવારના લોકો દરેક સભ્યના મૃત્યુ પર 25 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો છે અને બે લોકોને સરકારી નોકરીની પણ માંગ કરી રહ્યો છે. સાંસદ કિરોરી લાલ મીણા પણ સ્થળ પર હાજર હતા અને પીડિત પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
CM અશોક ગેહલોતે અકસ્માત અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે જયપુરના કોટખાવડામાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં 4 લોકોના અકાળે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. CM અશોક ગેહલોતે કહ્યું કે, મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી ચિરંજીવી અકસ્માત વીમા યોજના હેઠળ 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
હકીકતમાં, કુશલપુરાના ડોયા કી ધાણી નિવાસી મદન લાલનું 17 મેના રોજ અવસાન થયું હતું. 19 મેના રોજ પરિવારના 6 સભ્યો તેની વિધિ કરાવવા હરિદ્વાર ગયા હતા. તેઓ રવિવારે પરત ફર્યા હતા અને એક ઝાડની છાયા નીચે તેમના સંબંધીઓની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ બાજુ ચિમાપુરા તરફથી એક નિયંત્રણ બહારની જીપ તેમના પર દોડી આવી હતી અને તેમને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં મોટા ભાઈ સીતારામ, તેની પત્ની અનિતા, મદન લાલની પત્ની સુનીતા અને પુત્ર ગોલુનું મોત થયું હતું.
જ્યારે, મદનલાલની 13 વર્ષની પુત્રી આરતી અને પુત્ર વિકી ઘાયલ થયા હતા. અકસ્માત બાદ જીપ ચાલક નાસી ગયો હતો. જેને પોલીસ શોધી રહી છે. પોલીસને જીપમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ ઘટના રવિવારે સવારે 11 વાગ્યા બાદ બની હતી. ત્યારપછી પરિવારજનોએ મૃતદેહ ઉપાડવાની ના પાડી હતી અને તમામ મૃતદેહોને રસ્તા પર મૂકીને વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં સાંસદ કિરોરી લાલ મીણા પણ દૌસાથી પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આજે આ મામલે CM અશોક ગેહલોતે રાહત આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp