CM યોગીના આ ફેન વરરાજાએ JCBથી કાઢી જાન, દુલ્હનને પણ સાથે બેસાડી કરાવી વિદાઇ

PC: news18.com

કંઈક અલગ કરવાનું જાનનું હંમેશાં લોકોમાં ચર્ચા લાવી દે છે. એવું જ થયું રાંચીના ટાટીસિલ્વેના રહેનારા કૃષ્ણા મહતો સાથે, જેને એક આઇડિયાએ રાતોરાત ચર્ચામાં લાવી દીધો. કૃષ્ણા મહતોએ જાન લઈ જવા માટે કોઈ ચમકતી કારની જગ્યાએ JCBને પસંદ કર્યો. કૃષ્ણા ઈચ્છતો હતો કે તેના લગ્નમાં થોડું અલગ હટીને કંઈક કરવામાં આવે, તો તેને એમ કર્યું. 12 જૂનના રોજ તેણે પોતાના લગ્નમાં પોતાના બનેવીની JCBથી જાન લઈ જવાનો નિર્ણય લીધો.

સાથે જ એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે તે પોતાની નવવધૂની વિદાઇ પણ JCBથી જ કરાવીને લઈ જશે. કૃષ્ણા મહતો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ખૂબ મોટો ફેન છે. એક ન્યૂઝ ચેનલને ફોન પર જાણકારી આપતા કૃષ્ણા મહતોએ જણાવ્યું કે, જે પ્રકારે ઉત્તર પ્રદેશમાં JCBનો ઉપયોગ કાર્યવાહીને લઈને મોટા ભાગે ચર્ચામાં રહે છે, બરાબર એ જ રીતે JCB જેવા મજબૂત આધારને પોતાના જીવનના આધાર તરીકે સામેલ કરવા માગતો હતો.

કૃષ્ણા મહતો બે ભાઈ અને 2 બહેનોમાં સૌથી નાનો છે. ટાટીસિલ્વે SRS પાર્ક પાસે જ્યાં કૃષ્ણાનું ઘર છે ત્યાંથી તેની દુલ્હન આરતીનું ઘર 2 કિલોમીટર જ દૂર છે. એવામાં કૃષ્ણાની જાનને જોઈને આખા માર્ગે લોકો સાથે ચાલતો રહ્યો. સૌથી રોમાંચક નજારો એ હતો જ્યારે લગ્ન બાદ વિદાઈના સમયે કૃષ્ણા પોતાની દુલ્હન આરતીને લઈને JCB પર બેઠો. આ દરમિયાન કૃષ્ણાએ પોતાની પત્નીને પૂછ્યું પણ છે કે કારની જગ્યાએ તેને JCBમાં જવામાં કોઈ આપત્તિ તો નથી?

તેના જવાબમાં તેની દુલ્હન આરતીએ કહ્યું કે, જ્યાં અને જેવી વસ્તુ પર લઈ જશે તે જશે, હું તારી સાથે છું. સૌથી મોટી વાત એ છે કે, JCBને ખૂબ જ સુંદરતા સાથે સજાવવામાં આવ્યો હતો. જાન જવા દરમિયાન તેના પર વરરાજા સાથે પરિવારના બીજા લોકો પણ બેઠા હતા. આ આખો નજારો રસ્તા પરથી પસાર થવા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યો. વિદાઇ બાદ જ્યારે દુલ્હન બનેલી આરતી JCB પર પોતાના પતિ કૃષ્ણા સાથે બેઠી તો આ રોમાંચક અનુભવ હંમેશાં માટે પોતાના જીવનમાં કેદ થઈ ગયો.

સાસરે પહોંચેલી આરતીને જ્યારે JCBથી ઉતારવામાં આવી તો ત્યાંનો નજારો પણ ખૂબ જ સુંદર હતો. કૃષ્ણા એટલે કે આરતીની સાસુ આરતીની થાળી લઈને JCB પર બેઠી પોતાની વહુના નીચે આવવાની રાહ જોતી રહી. પોતાના લગ્નની આ પ્રકારની થઈ રહેલી ચર્ચાથી કૃષ્ણા ખૂબ જ ઉત્સાહિત છે કેમ કે આજે પણ લોકો રાંચીમાં JCB પર કૃષ્ણા અને આરતીના લગ્નની ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp