જે ટ્રક પર હુમલો થયો તેમાં હતો ઇફ્તારનો સામાન હતો,ગ્રામજનો બોલ્યા-ઈદ નહીં મનાવીએ

PC: thekashmirwalla.com

જમ્મુ-કશ્મીરના પૂંછમાં ગુરુવારે (20 એપ્રિલના રોજ) સેનાના એક ટ્રક આતંકવાદી હુમલો થયો હતો. તેમાં 5 જવાન શહીદ થઈ ગયા. હવે એવી જાણકારી સામે આવી રહી છે કે જ્યારે આ કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો, એ સમયે સેનાના આ જવાન ટ્રકમાં પૂંછના એક ગામમાં થનારી ઇફ્તાર પાર્ટી માટે ફળ અને અન્ય સામાન લઈ જઈ રહ્યા હતા. આ ઇફ્તાર પાર્ટીમાં રોજેદારો સાથે એ ગામના પંચ અને સરપંચને પણ બોલાવવામાં આવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ના જવાનોએ સૈંગોટ વિસ્તારમાં 20 એપ્રિલની સાંજે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેના જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ સ્થળો પર એવી ઇફ્તાર પાર્ટીનું આયોજન કરતી રહે છે. આંતકી આ આયોજનને લઈને નારાજ હતા. એવો પણ રિપોર્ટ છે કે ઇફ્તાર પાર્ટીથી નારાજ થઈને આતંકીઓએ આ ષડયંત્ર રચ્યું.

ઇફ્તાર પાર્ટી મનાવવા જઈ રહેલા જવાનો પર થયેલા હુમલાથી ગ્રામજનો ખૂબ દુઃખી છે. જવાનોના મોતના દુઃખમાં સામેલ થયેલા ગામના લોકોએ આ વખતે ઈદ મનાવવાની ના પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આતંકીઓનો સૌથી મોટો ડર એ છે કે લોકો સેનાને પોતાની મિત્ર ન સમજવા લાગે. એમ થવા પર તેઓ લોકોને ઉશ્કેરવામાં સફળ નહીં થઈ શકે. આ જ કારણ છે કે આતંકવાદીઓનો લોકોનું સેના સાથે હળવું-મળવું પસંદ આવી રહ્યું નથી.

સેના સાથે હળતા-મળતા લોકોને આતંકી શંકાની નજરે જુએ છે. સૈંગોટમાં થનારી ઇફ્તાર પાર્ટીને લઈને જાણકારી મળ્યા બાદ આતંકીઓએ હુમલાનો પ્લાન બનાવ્યો. જ્યારે સેનાનો ટ્રક ઇફ્તારનો સામાન લઈને કેમ્પ ફરી રહ્યો હતો. એ દરમિયાન લાગ જોઈને બેઠા આતંકીઓએ વાહનને નિશાનો બનાવ્યું. પહેલા ગોળીઓ ચલાવી અને પછી આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. હુમલામાં RRના 5 જવાન કોન્સ્ટેબલ મનદીપ સિંહ, હરકિશન સિંહ, લાંસ નાયક કુલવંત સિંહ, સિપાહી સેવક સિંહ અને લાંસ નાયક દેબાશીષ બસવાલ શહીદ થઈ ગયા.

એક જવાન ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે, જેની સારવાર સેનાની હૉસ્પિટલમાં ચાલી રહી છે. હુમલા બાદ સુરક્ષા બળે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રાખ્યું છે. આતંકીઓને શોધવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. હુમલાની જવાબદારી PAFF નામના સંગઠને લીધી છે. PAFF પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે. જે જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપી ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp