મુંબઈમાં ચિકન કરીમાં મળી આવ્યું ઊંદરનું બચ્ચું! પછી...

PC: indiatimes.com

બાંદ્રા પોલીસે સોમવારે એક વ્યંજનમાં કથિતપણે ઊંદર મળી આવ્યા પછી એક રેસ્ટોરાંના બે કુક અને મેનેજરની ધરપકડ કરી. મંગળવારે ત્રણેયને જામીન પર છોડી દેવામાં આવ્યા. આ બધાની વચ્ચે રેસ્ટોરાના વકીલે કહ્યું કે, ફરિયાદકર્તાઓના પૈસા પડાવી લેવાનો પ્રયાસ વિફળ થયા પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેનો હેતુ રેસ્ટોરાંની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો હતો. એક વરિષ્ઠ બેંક મેનેજર અને તેના મિત્રએ સોમવારે દાખલ કરવામાં આવેલી પોતાની FIRમાં કહ્યું કે, તેઓ રવિવારે રાતે પાલી નારામાં પાપા પંચો દા ઢાબામાં ઓર્ડર કરવામાં આવેલી ચિકનની ડિશમાંથી ઉંદરનું માંસ જોઇ ચોંકી ગયા. ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે રેસ્ટોરાના કુક અને મેનેજરની ધરપકડ કરી. જેમને જામીન પર છોડી દેવામાં આવ્યા.

ઘટના રવિવારની રાતે લગભગ 10.15 વાગ્યાની છે. જ્યારે ગોરેગાંવના પૂર્વ બેંકર અનુરાગ સિંહ અને તેમના મિત્ર અમીન ખાન રેસ્ટોરામાં ખાવા ગયા હતા. અનુરાગે કહ્યું કે, તેમણે વેટરને ડિનરમાં ચિકન ડિશનો ઓર્ડર આપ્યો હતો. જેમાં કથિતપણ ઉંદરના માસનો ટુકડો મળી આવ્યો.

રાતે 10 વાગ્યે વેટરે એક ચિકન પ્લેટ, મટન પ્લેટ, બે દાળ મખની અને ચાર પરોઠા. ખાતા સમયે ચિકનની પ્લેટમાં માસના અલગ ટુકડા જોવા મળ્યા. ફરિયાદકર્તા અનુસાર નજીકથી જોવા પર ખબર પડી કે માસનો ટુકડો ઉંદરનો હતો. જ્યારે તેણે ટુકડો મિત્ર અમીનને દેખાડ્યો તો તેણે પણ કહ્યું કે આ તો ઉંદરનું બચ્ચુ છે.

પણ જ્યારે હોટલ મેનેજર વિવિયન શિકેરાને પૂછ્યું તો તેણે આ વિશે અસ્પષ્ટ જવાબ આપ્યા. ત્યાર પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. FIRમાં હોટલના શેફ વિવિયન અલ્બર્ટ શિકેરા અને ચિકન સપ્લાયર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મેનેજરે ભૂલ સ્વીકાર મામલો આગળ ન વધારવાની વાત કહી. પોલીસે સેફ અને ચિકન સપ્લાયર સામે અખાદ્ય પદાર્થ ખવડાવવા અને લોકોના જીવનને ખતરામાં નાખવાનો કેસ દાખલ કર્યો. ઝોન-9ના ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાય અનુસાર, બાંદ્રા પોલીસે આરોપીઓ સામે IPC ધારા 272,336, અને 34 હેઠળ કેસ દાખલ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp