રાહુલ ગાંધીને નિયંત્રિત કેમ ન કરી શકાય, બોલવાની ટ્રેનિંગ આપે કોંગ્રેસ: BJP નેતા

મોદી સરનેમ સાથે જોડાયેલા માનહાનિ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. રાહુલ ગાંધીને કોર્ટ તરફથી મળેલા ઝટકા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કોંગ્રેસ પર હુમલાવર થઈ ગયા છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતાઓને પૂછ્યું કે રાહુલ ગાંધીને નિયંત્રિત કેમ નહીં કરી શકાય? તમે તેને સારી રીતે બોલવા માટે ટ્રેનિંગ કેમ નહીં આપી શકો? એ તમારા નેતા છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, જો તેમણે આ કેસમાં માફી માગી લીધી હોત તો આ મામલો સમાપ્ત થઈ ગયો હોત. પ્રસિદ્ધ નેતાઓ અને સંગઠનોને ગાળો આપવી, બદનામ કરવા અને લગભગ સૌથી ખરાબ પ્રકારની ગાળો આપવી રાહુલ ગાંધીની જૂની ટેવ બની ગઈ છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધીએ વર્ષ 2019ની ચૂંટણીમાં એક ટિપ્પણી કરી હતી કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ હોય છે? આખા દેશમાં મોદી સરનેમ મોટાભાગે પછાત અને અતિ પછાતોનું હોય છે. તે ઘોર રૂપે આપત્તિજનક ટિપ્પણી હતી. નીચલી કોર્ટે તેમને 2 વર્ષની સજા આપી, તેની વિરુદ્ધ તેઓ સેશન કોર્ટ ગયા. સેશન કોર્ટે તેમને બેલ તો આપી દીધી, પરંતુ દોષસિદ્ધિને સ્ટે ન કરી.
हम कांग्रेस से पूछना चाहते हैं कि आप राहुल गांधी को नियंत्रित क्यों नहीं कर सकते? आप उन्हें ठीक से बोलने का प्रशिक्षण क्यों नहीं दे सकते?। अगर उन्होंने इस मामले में माफी मांग ली होती, तो यह खत्म हो गया होता। अपमानित करना राहुल गांधी की फितरत है: बीजेपी सांसद रविशंकर प्रसाद pic.twitter.com/RoUmSN2W4O
— ANI_HindiNews (@AHindinews) July 7, 2023
ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધી હોમવર્ક કરતા નથી. આજનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં પૂરા આચરણને પણ નોટિસ કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા 10 કેસ છે. વીર સાવરકરના પૌત્રએ પણ તેમની ટિપ્પણીની લઈને કેસ કર્યો છે. OBCનું અપમાન કરવું કોંગ્રેસની ફિતરત છે. રાહુલ ગાંધીનો અહંકાર, લોકોની બેઈજ્જતી, અપમાન કરવાની ચાહત તેની સમસ્યાનું કારણ છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરનેમને લઈને નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી, જેની વિરુદ્ધ તેઓ સેશન કોર્ટ ગયા. સેશન કોર્ટે તેમને બેલ તો આપી દીધી પરંતુ નિર્ણય પર સ્ટેન ન લગાવ્યો.
તેની વિરુદ્ધ તેઓ ગુજરાત હાઇ કોર્ટ ગયા અને તેમનો પ્રયાસ એ જ હતો કે નીચલી કોર્ટના નિર્ણય પર અહી સ્ટે લગાવવામાં આવે અને આજે ગુજરાત હાઇ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, રાગદરબારી ભારતીય શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ ક્લાસિક રાગ છે, પરંતુ રાજનીતિમાં હું જ્યારે રાગદારબારી વગાડું છું તો બધા સૂર જ બગડી જાય છે. રાહુલ ગાંધી ઘણી વખત દેશ, સંવિધાન, સુપ્રીમ કોર્ટથી લઈને મીડિયા સુધી પર સવાલ ઊભા કરે છે. તો રાહુલની ફિતરત જ એવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp