સનાતનને બદનામ કરવા બન્યું છે I.N.D.I.A, રવિશંકરનો પ્રહાર

સનાતન ધર્મને લઈને ચાલી રહેલો વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) વારંવાર આ મુદ્દા પર DMK પર પ્રહાર કરી રહી છે. આ વખત ભાજપે સનાતન વિવાદમાં કોંગ્રેસ અને RJDને પણ ઘેરી લીધી છે. પૂર્વ કાયદા મંત્રી અને ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, સનાતનને લઈને રોજ નવા-નવા નિવેદન સામે આવી રહ્યા છે. મારો પહેલો સવાલ એ છે કે સોનિયા ગાંધી આ મુદ્દા પર મૌન કેમ છે? મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ સવાલ પૂછ્યો હતો.

ભાજપના સાંસદે કહ્યું કે, અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી તરફથી આ મુદ્દા પર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. સનાતન પૂરી રીતે મૌન સાધી રાખ્યું છે. DMKના શિક્ષણ મંત્રી પોનમુડીએ પણ વિવાદિત નિવેદન આપ્યું છે. વિપક્ષને I.N.D.I.A. ગઠબંધનને સનાતનને સમાપ્ત કરવા માટે બનાવવામાં આવ્યું છે. હું કોંગ્રેસ અધ્યક્ષ અને તેમની પાર્ટીને પૂછવા માગું છું કે શું તમારી અંદર કોઈ અન્ય ધર્મ પર ટિપ્પણી કરવાની હિંમત છે? DMKના શિક્ષણ મંત્રીનું નિવેદન દેખાડે છે કે કયા પ્રકારે વિપક્ષ પોતાના છાપેલા એજન્ડાને ચલાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે, લાલુ પ્રસાદ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJDના અધ્યક્ષ જગદાનંદ સિંહ કહે છે કે વેક્સીન લગાવનાર દેશને ગુલામ બનાવે છે. લાલુ પ્રસાદ યાદવ જ્યાં મુંબઈથી સિદ્ધિવિનાયક મંદિરના ગયા તો તેમણે પણ વેક્સીન લગાવી, પરંતુ પછી તેમણે પોતાની પાર્ટીના નેતાના નિવેદનનો વિરોધ ન કર્યો. રામચરિતમાનસ પર થયેલા વિવાદ પર પણ લાલુ યાદવ મૌન રહ્યા. વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. પર હુમલો કરતા ભાજપ સાંસદે કહ્યું કે, સનાતન વિરોધ તથાકઠિત ઘમંડિયા ગઠબંધનનો સંકલ્પ છે.

ઉદ્ધવ ઠાકરે કહે છે કે જો પ્રભુ રામના મંદિરનું ઉદ્વઘાટન થશે તો ગોધરા જેવો નરસંહાર થઈ જશે. તેનો શું મતલબ છે? એવી વાત સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના પુત્ર કહી રહ્યા છે, જેમણે રામ મંદિર આંદોલનમાં દેશમાં નવી ઊંચાઈ અને સાહસનો પરિચય દેખાડ્યો. સનાતન ધર્મને લઈને ઘમંડિયા ગઠબંધનને સવાલ કરવામાં આવી રહ્યો છે. સોનિયા ગાંધી તમે શાંત કેમ છો? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ સવાલ પૂછ્યો હતો કે,  તેમણે પણ કંઇ ન કહ્યું. રવિશંકર પ્રસાદે કહ્યું કે, DMKના શિક્ષણ મંત્રીએ કહ્યું કે, I.N.D.I.A. અલાયન્સની રચના સનાતનને સમાપ્ત કરવા માટે થયું છે. આ એ જ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું, જ્યાં તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન ઉપસ્થિત હતા.

પૂર્વ કાયદા મંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પણ સવાલ કર્યો. તેમણે પૂછ્યું કે શું ખડગેજી પોતાના પુત્ર પ્રિયાંક ખડગેની ટિપ્પણી પર કંઇ કહ્યું? શું કોઈ અન્ય આસ્થાના દેવો પર આ ટિપ્પણી કરી શકશે. અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે પ્રિયાંક ખડગેએ કહ્યું હતું કે જો કોઈ ધર્મ સમાન્યતાને પ્રોત્સાહન આપતું નથી કે પછી એ સુનિશ્ચિત નહીં કરી શકે કે તમને માણસ હોવાનું સન્માન મળે તો તે મારા મુજબ ધર્મ નથી. વોટ બેંક માટે સનાતન ધર્મનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે. અમે સનતતની પરંપરા પર ગર્વ છે. દેશ સનટાંનો અપમાન નહીં સાહે. અમે તેને ગામ ગામ સુધી પહોંચાડીશું. અમે વિકાસની પણ વાત કરીશું અને સનાતનની પણ વાત કરીશું.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.