સપનામાં પણ ન વિચાર્યા હોય એટલા રૂપિયા RBI મોદી સરકારને આપશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના બોર્ડની 19 મે, શુક્રવારે મુંબઈમાં બેઠક મળી હતી. આ બેઠકમાં બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારને 87,416 કરોડ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.જે પાછલા નાણાકીય વર્ષ કરતાં ત્રણ ગણી વધુ રકમ છે. ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આયોજિત RBI ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 602મી બેઠકમાં સરકારને આ ડિવિડન્ડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મતલબ કે RBI કેન્દ્ર સરકાર માટે દુઝણી ગાય સાબિત થઇ છે. સરકારે સપનામાં પણ વિચાર્યું નહીં હોયો એટલી રકમ આપવાનું RBIએ નક્કીકર્યું છે. RBI દર વર્ષે સરકારને ડિવિડન્ડ આપે છે. ગયા વર્ષની વાત કરીએ તો RBIએ નાણાકીય વર્ષ 2021-22 માટે કેન્દ્ર સરકારને 30,310 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપ્યા હતા.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે નાણાકીય વર્ષ 2022-23 (FY23) માટે કેન્દ્ર સરકારને રૂ. 87,416 કરોડના ડિવિડન્ડની ચુકવણીને મંજૂરી આપી હતી. આ તેના પ્રથમ નાણાકીય વર્ષ (FY22) ના ડિવિડન્ડની ચુકવણી કરતાં લગભગ ત્રણ ગણું છે.

નાણાકીય વર્ષ 2021-22માં ડિવિડન્ડની ચુકવણી રૂ. 30,307 કરોડ હતી. ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં RBIના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 602મી બેઠકમાં ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રિઝર્વબેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,  બોર્ડ ઓફ ડિરેકટર્સે કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે એકાઉન્ટિંગ વર્ષ 2022-23 માટે સરપ્લસ 'કન્ટિજન્સી રિસ્ક બફર'ને 6 ટકા પર રાખવાનો નિર્ણય કર્યો છે. જે પેટે સરપલ્સ રકમ 87,416 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક અને સંબંધિત પરિસ્થિતિઓની પણ સમીક્ષા કરી હતી. RBIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2022-23માં RBIની કામગીરીની સમીક્ષા સાથે વાર્ષિક અહેવાલ અને હિસાબોને મંજૂરી આપી હતી.

કંપનીઓ વતી, સમયાંતરે શેરધારકોને તેમના નફામાંથી અમુક ભાગ આપવામાં આવે છે. નફાનો ભાગ ડિવિડન્ડના રૂપમાં આપવામાં આવે છે. એ જ રીતે રિઝર્વ બેંક પણ તેના નફાનો અમુક હિસ્સો સરકારને આપે છે.

કેન્દ્ર સરકારને આ વર્ષે અપેક્ષા કરતાં વધુ ડિવિડન્ડ મળ્યું છે. કારણ કે, સરકારે આ વર્ષે RBI અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 48 હજાર કરોડનું ડિવિડન્ડ મળવાનો અંદાજ મૂક્યો હતો. સરકાર તે નાણાકીય સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ મેળવે છે જેમાં તે હિસ્સો ધરાવે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.