Realmeએ ભારતમાં 2 5G ફોન લોન્ચ કર્યા, જાણો ફીચર્સ, કિંમત અને કેમેરા વિશે

PC: 91mobiles.com

Realme એ ભારતમાં બે નવા એફોર્ડેબલ 5G ફોન લોન્ચ કર્યા છે. આ નવા મોડલના નામ Realme 11 અને Realme 11x.છે આ ફોન આકર્ષક ડિઝાઇન, Android Yd 13, 5000mAh બેટરી અને MediaTek ડાયમેન્સિટી ચિપસેટ સાથે આવે છે. Realme 11 5G પાસે 108MP કેમેરા છે અને Realme 11X 5G પાસે 64MP પ્રાયમરી કેમેરા આપવામાં આવ્યા છે.

આ ઇવેન્ટ દરમિયાન, નવા ટ્રુલી વાયરલેસ ઇયરબડ્સ બડ્સ એર 5 અને બડ્સ એર 5 પ્રો પણ લોન્ચ કરવામાં આવ્યા હતા હવે જે જાણવામાં તમને વધારે રસ હશે તે મોબાઇલની કિંમત, ફીચર્સ, કેમેરા અને પ્રોસેસર વિશે તમને જણાવીએ.

Realme 11નું શરૂઆતી વેરિઅન્ટ 8GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજમાં આવે છે, જેની કિંમત 18999 રૂપિયા છે. જ્યારે 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. Realme 11x ને પણ બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત 14,999 રૂપિયા છે, જ્યારે 8GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત 15,999 રૂપિયા છે.

આ બંને ફોન Flipkart, Realme વેબસાઇટ અને રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. Realme 11નું વેચાણ 29 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે Realme 11Xનું પ્રથમ વેચાણ 30 ઓગસ્ટથી શરૂ થશે.

અર્લી બર્ડ સેલ હેઠળ, તમે Realme 11 પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને Realme 11X પર 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. Realme 11નું અર્લી બર્ડ સેલ 23 ઓગસ્ટે પુરુ થયું હતુ. જ્યારે Realme 11xનું વેચાણ પણ 23 ઓગસ્ટે સાંજે પુરુ થયું હતું.

Realme 11 5Gમાં 6.72 ઇંચની ફુલ HD+ સેમસંગ એમોલેડ ડિસ્પ્લે છે. તેમાં 120Hz ના રિફ્રેશ રેટ મળશે. આ ફોનમાં 6nm MediaTek Dimensity 6100+ પ્રોસેસર અને 8 GB રેમ આપવામાં આવી છે. Realme 11 5G માં 5000mAh બેટરી છે, જે 67W SuperVOOC ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. બ્રાન્ડનો દાવો છે કે આ ચાર્જિંગ ટેક્નોલોજી માત્ર 17 મિનિટમાં 0-50 ટકા બેટરી ચાર્જ કરે છે.

Realme 11 5G માં બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા છે, જેમાં 108 MP Samsung ISOCELL HM6 નો પ્રાયમરી કેમેરો મળશે. 2 MPનો સેકન્ડરી કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જે f/2.45 Aperture સાથે આવે છે.

Realme 11X 5Gમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. 64-મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરો છે, જે f/1.79 લેન્સ સાથે આવે છે. સેકન્ડરી કેમેરા 2-મેગાપિક્સલનો છે. સેલ્ફી અને વીડિયો ચેટ્સ માટે 8 MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp