- National
- ચારધામ યાત્રાને લઈને વૈજ્ઞાનિકોએ ચેતાવ્યા, જણાવ્યું કેમ તૂટી રહ્યા છે પર્વત
ચારધામ યાત્રાને લઈને વૈજ્ઞાનિકોએ ચેતાવ્યા, જણાવ્યું કેમ તૂટી રહ્યા છે પર્વત
ઉત્તરાખંડની ચારાધામ યાત્રા વચ્ચે યાત્રીઓ માટે હિમાલયના નાજુક પર્વત જોખમી બન્યા છે. સતત થઈ રહેલા ભૂસ્ખલન, વિસ્તારોનું ધસવું, બેફામ નિર્માણ અને મુસાફરોની વધતી સંખ્યાનું વજન ઉત્તરાખંડના પર્વત સહન કરી નહીં શકે. આ જ સ્થિતિ રહી તો લોકો માટે જોખમ વધી જશે કેમ કે ચારધામ યાત્રા માટે રૂટ પર ભૂસ્ખલનની સંખ્યા વધી રહી છે. ધસતા જોશીમઠથી જ બદ્રીનાથનો રસ્તો જાય છે. જોશીમઠના ઘરોમાં પડેલી દરારોના કરણે ત્યાંના લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે.
પર્યાવરણવિદોનું માનીએ તો રસ્તાઓને પહોળા કરવાની યોજના પણ એક મોટું જોખમ ઉત્પન્ન કરી રહી છે. આ પ્રકારના નિર્માણના કારણે જળવાયુ સંબંધિત આપત્તિઓ વધારે આવે છે. પર્યાવરણવિદ અતુલ સતી કહે છે કે, ચારધામ યાત્રા માટે નક્કી કરવામાં આવેલી યાત્રીઓની સંખ્યા પરથી પ્રતિબંધ હટાવવા ઉત્તરાખંડ સરકારની ભૂલ છે. શરૂઆતમાં રોજ યમુનેત્રીમાં માત્ર 5500, ગંગોત્રીમાં 15,000 અને કેદારનાથમાં 18,000 યાત્રીઓને જવાની મંજૂરી હતી, પરંતુ હવે સતત યાત્રીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

યાત્રીઓને લઈ જતી ગાડીઓની સંખ્યા વધી રહી છે. તેના કારણે ઇકોલોજિકલ અને બાયોલોજિકલ નુકસાન થઈ રહ્યું છે. 4 મેના રોજ જોશીમઠના માર્ગમાં હેલાંગ પાસે પર્વત ધસ્યો હતો. ત્યાં રોડને પહોળો કરવામાં આવી રહ્યો હતો. જોશીમઠ બાદ ઉત્તરાખંડના ઘણા અન્ય વિસ્તારોમાં જમીન ધસવાની ઘટના સામે આવી છે. ભૂસ્ખલનની સંખ્યા વધી ગઈ છે. જિયોલોજીસ્ટ સી.પી. રાજેન્દ્રન કહે છે કે, વધારે સંખ્યામાં લોકો આવવાનો અર્થ છે કે વધુ માત્રામાં કચરો આવવો. પ્લાસ્ટિકનું જોખમ.
ઘોડા અને ગધેડાના મળનું વધવું. વધારે લોકોના આવવાથી વિસ્તારના તાપમાનમાં વધારો થાય છે, જેથી ગ્લેશિયર પીગળે છે. પર્યાવરણની ક્ષતિ થાય છે. હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારો પર ઘણી દુર્લભ જડી-બુટીઓ ઉપસ્થિત છે, જે સમાપ્ત થવાની કગાર પર છે. તેનું કારણ જળવાયુ પરિવર્તન છે. વિખ્યાત પર્યાવરણવિદ રવિ ચોપડા દ્વારા વર્ષ 2019માં ચારધામ યાત્રાને લઈને એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં કહેવમાં આવ્યું હતું કે, ચારધામને જોડનારી રોડ પરિયોજના હકીકતમાં હિમાલય પર હુમલો છે.

કમિટીએ ભલામણ કરી હતી કે, રોડની પહોળાઈ 5.5 મીટર પહોળી હોવી જોઈએ, પરંતુ ડિસેમ્બર 2021માં સુપ્રીમ કોર્ટે તેને 10 મીટર કરવાની મંજૂરી આપી દીધી. પર્યાવરણ પર શોધ કરનારી IIT ખડગપુરના જિયોલોજીના પ્રોફેસર અભિજીત મુખર્જી કહે છે કે, હિમાલય પર ભૂસ્ખલનનું સૌથી મોટું કારણ રસ્તાઓને પહોળા કરવાનું છે. રસ્તા બનાવવા માટે પર્વતોને ઉપરથી કાપવામાં આવે છે. નીચેનો હિસ્સો નબળો હોય છે તો ઉપરથી પર્વત તૂટીને નીચે જતા રહે છે.
તેમણે જણાવ્યું કે, એ સિવાય ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઘણા હાઇડ્રોપાવર પ્રજેક્ટ બની રહ્યા છે. ડેમો અને બેરેજોનું બનવું પોતાની જાતમાં મુશ્કેલી છે. પછી મુશ્કેલીઓ લઈને આવે પણ છે કેમ કે તેનાથી પ્રાકૃતિક હાઇડ્રોલોજિકનું સંતુલન બગડે છે. અતુલ સતી કહે છે કે ઉત્તરાખંડમાં આ વખત સતત ભૂસ્ખલન, પર્વતોથી પથ્થરો પડવા અને તૂટવાના સમાચાર આવ્યા છે. જરૂરી છે કે રોડ પર ચાલી રહેલા લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે.

આ વર્ષે એક સ્ટડી પ્રકાશિત થઈ. જેમાં કહેવામાં આવ્યું કે ઋષિકેશથી જોશીમઠના 247 કિલોમીટર લાંબા રસ્તા પર 309 વખત ભૂસ્ખલન થયું. એટલે દરેક કિલોમીટર પર 1.25 ભૂસ્ખલનના કેસ. પર્યાવરણ એક્સપર્ટ કહે છે કે પર્વતોની કેરિંગ કેપિસિટી મુજબ નિયમ કાયદા બનાવીને તેનું સખ્તાઈથી પાલન કરવું જોઈએ.

