શું તમારી પાસે પણ આવ્યું છે ઇમરજન્સી એલર્ટ? ભારત સરકાર કેમ મોકલી રહી છે આ મેસેજ

ભારત સરકાર પોતાના ઇમરજન્સી સિસ્ટમને ટેસ્ટ કરી રહી છે. આ સિસ્ટમને ટેસ્ટ કરવા માટે સરકારે એક મેસેજ મોકલ્યો છે, જ દેશભરના ઘણા યુઝર્સના સ્માર્ટફોન્સમાં આવ્યો છે. દેશભરમાં ઘણા યુઝર્સને ઇમરજન્સી એલર્ટના નામથી આ મેસેજ આવ્યો છે. આ મેસેજને તેજ બીસ સાઉન્ડ સાથે મોકલવામાં આવ્યો છે. જે Emergency Alert: Severe ફ્લેશ સાથે આવ્યો છે. આ મેસેજ પેન ઈન્ડિયા ઇમરજન્સી એલર્ટ સિસ્ટમનો હિસ્સો છે, જેને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.
આ સિસ્ટમને કટોકટીના સમયે લોકોને એલર્ટ કરવા માટે યુઝ કરવામાં આવશે. આ સિસ્ટમને ટેસ્ટ માટે ફ્લેશ મેસેજ બપોરે 01:30 વાગ્યે Jio અને BSNLના સબ્સ્ક્રાઇબર્સને મોકલવામાં આવ્યો હતો. આ મેસેજ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ બાય ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના (C-DOT) માધ્યમથી મોકલવામાં આવ્યો હતો. જો કે, આ ફ્લેશ મેસેજ બાદ વધુ એક મેસેજ આવ્યો, જે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા કે, આ એક ટેસ્ટ મેસેજ હતો. C-DOT મુજબ, અલગ-અલગ રીજનમાં આ પ્રકારના બીજા ટેસ્ટ પણ કરવામાં આવશે.
તેનો હેતુ ઇમરજન્સી વોર્નિગ સિસ્ટમની ક્ષમતાઓ અને સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમની ક્ષમતા અને પ્રભાવને તપાસવા માટે કરવામાં આવશે. C-DOTના CEO રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે, આ ટેક્નોલોજી હાલમાં એક ફોરેન વેન્ડર દ્વારા ઉપલબ્ધ છે એટલે C-DOT આ સિસ્ટમને ઇન હાઉસ વિકસિત કરી રહ્યું છે. સેલ બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર અત્યારે કામ ચાલી રહ્યું છે. તેને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ઇમ્પલિમેન્ટ કરવામાં આવશે, જેનો ઉપયોગ ઇમરજન્સી સમયે સીધા ફોન પર મેસેજ મોકલવા માટે કરવામાં આવશે. આ ટેક્નોલોજી હાલમાં Jio અને BSNL પર ટેસ્ટ કરવામાં આવી છે.
C-DOTના CEO રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે, સેલ બ્રોડકસ્ટિંગ મેસેજના ઘણા વર્ઝન ઉપલબ્ધ છે, જેમને વિકસિત કરવામાં આવી રહ્યા છે. યુઝર્સને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, આ એક સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ છે, જેમાં C-DOT, ભારત સરકારથી મોકલવામાં આવ્યો છે. કૃપયા આ મેસેજને ઇગ્નોર કરો. તેમાં કોઈ એક્શનની જરૂરિયાત નથી. આ મેસેજને ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યો છે.
સરકારે જણાવ્યું કે, એલર્ટ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે આવશ્યક કટોકટીની જાણકારી મહત્તમ લોકો સુધી સમય પર પહોંચે. તેનો ઉપયોગ સરકારી એજન્સીઓ અને ઇમરજન્સી સેવાઓ દ્વારા જનતાને સંભવિત જોખમો બાબતે સૂચિત કરવા અને તેમને સૂચિત રાખવા માટે કરવામાં આવે છે. સેલ બ્રોડકસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે ઇમરજન્સી એલર્ટ આપવા માટે કરવામાં આવે છે, જેમ કે ત્સુનામી, અચાનક પૂર, ભૂકંપ વગેરે ગંભીર હવામાંની ચેતવણી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp