આ કોલેજમાં ના ટીચર, ના વિદ્યાર્થી છતા તલાટીની પરીક્ષામાં 7 ટોપર આ કોલેજના

PC: aajtak.in

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિવરાજ સરકાર પર હવે તલાટી ભરતી ઘોટાળાનો આરોપ લાગી રહ્યો છે. વિપક્ષ આ ભરતી ઘોટાળાના તાર BJP ધારાસભ્ય સંજીવ કુમાર કુશવાહ સાથે જોડી રહ્યું છે. તલાટી ભરતી પરીક્ષામાં ટોપ કરનારા 10 વિદ્યાર્થીઓ પૈકી 7 ગ્વાલિયરની NRI કોલેજ ઓફ એન્જિનિયરીંગના છે, જેના માલિક ભિંડના ધારાસભ્ય સંજીવ કુશવાહ છે. તેમા હવે ઘોટાળાના આરોપ લાગી રહ્યા છે. આ પરીક્ષા મધ્ય પ્રદેશ કર્મચારી ચયન મંડળ (ESB)એ આયોજિત કરી હતી. ભરતી ઘોટાળાના આરોપ બાદ વાર-પલટવારનો સિલસિલો ચાલી રહ્યો છે.

NRI કોલેજ ગ્વાલિયર શહેરમાં આવેલા બારા ઘાટા વિસ્તારમાં મેઇન રોડથી એક કિલોમીટર અંદર સ્થિત છે. મીડિયા જ્યારે ત્યાં પહોંચ્યુ તો, કેમેરો જોઇને કોલેજની દેખરેખમાં લાગેલા લોકોએ ગેટ બંધ કરી દીધો હતો. ગાર્ડ્સ બોલ્યા કે અહીં હાલ કોઇના પણ આવવા-જવાની મનાઈ છે. કોલેજની આસપાસના વિસ્તારમાં જોઈએ તો તેના ગેટ પર કોલેજનું કોઈ નામ નથી. આસપાસ માત્ર ખેતરો જ છે. આ ઉપરાંત, કોલેજથી થોડે દૂર NRI કોલેજના કેટલાક સાઇન બોર્ડ જરૂર દેખાયા પરંતુ, તેની હાલત પણ બહુ સારી નહોતી. ત્યાં હાજર ગાર્ડે વાતચીતમાં જણાવ્યું કે, તે કોલેજમાં કોઈ સ્ટાફ નથી. તેમજ ત્યાં કોઈ ક્લાસ પણ નથી ચાલતો. ગાર્ડે કહ્યું કે, ત્યાં માત્ર હાલમાં જ એક્ઝામ જરૂર થઈ હતી. મતલબ હાલ, કોલેજનો માત્ર એક્ઝામ સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ તરફથી BJP સરકારને ઘેરવામાં આવી રહી છે. રાજ્યના પૂર્વ CM કમલનાથે તેના પર કહ્યું કે, પ્રદેશમાં તલાટી ભરતી પરીક્ષામાં મોટાપાયે ગડબડ થઈ છે. ઘણા ટોપર એક જ સેન્ટર પર પરીક્ષા આપીને સફળ થયા. કમલનાથે આગળ કહ્યું કે, વ્યાપમ, નર્સિંગ, આરક્ષક ભરતી, કૃષિ વિસ્તાર અધિકારી અને એવી કેટલીય ભરતી પરીક્ષાઓએ અંતમાં ઘોટાળાનું રૂપ લીધુ છે. કમલનાથે આગળ કહ્યું કે, શિવરાજ સરકાર પાસે તો તપાસની માંગ કરવી પણ બેકાર છે કારણ કે, હંમેશાં મોટી માછલીઓને બચાવી લેવામાં આવે છે.

આ મામલા પર BJP ધારાસભ્ય સંજીવ કુશવાહે કહ્યું કે, પરીક્ષા આયોજિત કરાવવામાં કોલેજનો કોઈ રોલ નથી હોતો. કોલેજ તો માત્ર પોતાની બિલ્ડિંગ અને કમ્પ્યુટર તે એજન્સીને કોન્ટ્રાક્ટ પર આપે છે જે એજન્સી પરીક્ષા કરાવે છે. MPના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસે પરીક્ષામાં ગડબડનો મામલો ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે. આ કોંગ્રેસનું ષડયંત્ર છે. નરોત્તમ મિશ્રાએ આગળ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં 8000 કરતા વધુ તલાટી પરીક્ષામાં પસંદ થઈને આવ્યા છે. 13 જિલ્લાઓમાં સેન્ટર બનાવવામાં આવ્યા અને 35 દિવસ પરીક્ષાઓ ચાલી. 70 કરતા વધુ પશ્ન પત્ર આવ્યા. કોંગ્રેસ તરફથી લગાવવામાં આવેલા ગડબડના તમામ આરોપ ખોટા છે, જે સેન્ટર પર આરોપ લાગી રહ્યા છે કે, ત્યાંથી 114 લોકો કુલ સિલેક્ટ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp