ભારતીય જીવન વીમા નિગમ(LIC)માં ઓફિસર પદ પર 9000થી વધુ વેકેન્સી, આ રીતે કરો આવેદન

PC: news18.com

ભારતીય જીવન વિમા નિગમે એપરેન્ટીસ ડેવલપમેન્ટ ઓફિસરના પદ માટે બમ્પર ભરતી 2023નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. એલઆઈસી એડીઓ પદ પર 9000થી વધારે ભરતીઓ કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો એલઆઈસીની ઓફિશિયલ વેબસાઈટ licindia.in પર જઈને ઓનલાઈ આવેદન ભરી શકે છે. એલઆઈસી એડીઓ ભરતી 2023નું ઓનલાઈન આવેદન 21 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે.

યોગ્ય ઉમેદવાર 10 ફેબ્રુઆરી 2023સુધી આવેદન કરી શકે છે. આ ભરતી અભિયાનમાં સાઉથ ઝોનલ ઓફિસ, સાઉથર્ન સેન્ટ્રલ ઝોનલ ઓફિસ, નોર્થ સેન્ટ્રલ ઝોનલ ઓફિસ, સેન્ટ્રલ ઝોનલ ઓફિસ સહિત અલગ અલગ ઝોનલ ઓફિસમાં 9000થી વધારે ખાલી જગ્યાઓને ભરવામાં આવશે. ઓનલાઈ આવેદન કરવાની તારીખ 21 જાન્યુઆરી 2023 થી લઈને 10 ફેબ્રુઆરી 2023 સુધીની છે. તમે કોલ લેટર 4 માર્ચ 2023ના ડાઉનલોડ કરી શકશો. પ્રારંભિક પરીક્ષાની તારીખ 12 માર્ચ 2023 છે અને મુખ્ય પરીક્ષાની તારીખ 8 એપ્રિલ 2023 નક્કી કરવામાં આવી છે.

એલઆઈસીમાં અલગ અલગ ઝોનલ ઓફિસ પ્રમાણેના પદો પર ભરતી કરવામાં આવવાની છે. સાઉથર્ન ઝોનલ ઓફિસમાં 1516 જગ્યાઓ પર, સાઉથ સેન્ટ્ર ઝોનલ ઓફિસમાં 1408 પદો પર, નોર્થ ઝોનલ ઓફિસમાં 1216 પદો પર, નોર્થ સેન્ટ્રલ ઝોનલ ઓફિસમાં 1033 જગ્યાઓ પર, ઈસ્ટર્ન ઝોનલ ઓફિસમાં 1049 પદો પર, ઈસ્ટ સેન્ટ્રલ ઝોનલ ઓફિસમાં 669 પદ, સેન્ટ્રલ ઝોનલ ઓફિસમાં 561 પદ, વેસ્ટર્ન ઝોનલ ઓફિસમાં 1942 પદ સહિત કુલ 9394 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવવાની છે.

આવેદન કરવા માટે આવેદનકર્તા પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની બેચલર ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ત્રણ અથવા પાંચ વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. આરક્ષિત વર્ગના ઉમેદવારો માટે મહત્તમ આયુમાં છૂટ આપવામાં આવશે. શૈક્ષણિક યોગ્યતા અને આયુ સીમાની વધારે જાણકારી માટે નોટિફિકેશનને ધ્યાનથી વાંચો.

પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધારે કરવામાં આવશે, તેના પછી તે ઉમેદવારોનો સાક્ષાત્કાર થશે. ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુમાં ક્વોલિફાઈ થનારા ઉમેદવારોને પ્રી-રિક્રૂટમેન્ટ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આવેદન ફીની વાત કરીએ તો અનુસૂચિત જાત-જનજાતિ સિવાયના અન્ય ઉમેદવારો માટે 750 રૂપિયા અને અનુસૂચિત જાતિ-જનજાતિ માટે 100 રૂપિયા ફી રાખવામાં આવી છે. આ ફીની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, ઈન્ટરનેટ બેન્કિંગ, આઈએમપીએસ, કેશ કાર્ડ-મોબાઈલ વોલેટનો ઉપયોગ કરી ભરી શકાય તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp