જોશીમઠ બાદ હવે મસૂરી સંકટ! NGTએ પર્યટકો માટે કરી આ ભલામણ

PC: indianexpress.com

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ઉત્તરાખંડની ધામી સરકારે હિલ સ્ટેશન મસૂરીને બચાવવાની ભલામણ કરી છે. NGT દ્વારા રચવામાં આવેલી વિશેષ સમિતિએ મસૂરીની વહન ક્ષમતાના અભ્યાસ બાદ અહીં જનારા પર્યટકોની સંખ્યાને નિયંત્રિત કરવાની ભલામણ કરી છે. જોશીમઠ ભૂસ્ખલનના કારણે લોકોના ઘરોમાં તિરાડ પડવાની ઘટનાને ધ્યાનમાં લઈને NGTએ આ એડવાઇઝરી જાહેર કરી છે. ફેબ્રુઆરીમાં NGTના ઓર્ડર બાદ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ કમિટી બનાવી હતી, જેમાં સર્વે બાદ સરકારને આ વાત કહી છે.

ન્યૂઝ એજન્સી PTI મુજબ, આ વર્ષની શરૂઆતમાં જોશીમઠમાં ભૂસ્ખલનના સંકટને મસૂરી માટે ચેતવણીવાળા એક સમાચારને ધ્યાનમાં લઈને NGTએ મસૂરીની વહન ક્ષમતાનો અભ્યાસ કરવા માટે આ પેનલની રચના કરી હતી. પેનલે પોતાનો રિપોર્ટ NGTને સોંપી દીધો છે, જેમાં ઘણા ઉપાય સૂચવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્ષેત્રની વહન ક્ષમતા, ખાસ કરીને પાર્કિંગ અને ગેસ્ટ હાઉસની ઉપલબ્ધતાને જોતા પર્યટકોનું રજીસ્ટ્રેશન કરવું જોઈએ. મસૂરી ફરવા માટે પર્યટકો પાસે ચાર્જ લઈ શકાય છે અને એ ધનનો ઉપયોગ કચરા અને સફાઇના સંચાલન માટે કરી શકાય છે.

NGTના રિપોર્ટ મુજબ, પર્યટકોની ભારે સંખ્યા અનિયમિત નિર્માણ, વધારે કચરો કાઢવા, સ્વચ્છતા અને સીવેજ સમસ્યાઓ, પાણીની અછત, ભીડભાડવાળા રસ્તા, વાહનવ્યવહારની ભીડ અને વાહન પ્રદૂષણ જેવા મુદ્દાને હજુ વધારી દે છે. ગઢવાલ હિમાલયની તળેટી પર સ્થિત મસૂરી ભૂકંપની દૃષ્ટિએ ઝોન-4માં આવે છે. આ દૃષ્ટિથી રિપોર્ટમાં તેને જોશીમઠના માર્ગે જતું બચાવવા માટે ઘણી સાવધાની અને ઉપચારાત્મક પગલાં ઉઠાવવાનું સૂચન આપ્યું છે. ભૂસ્ખલન સંભવિત ક્ષેત્રોમાં પર્વતો નીચેથી બોલ્ડર ન હટાવવા અને ઢોળાવ પર દેખાતી તિરાડોને ભરવાનું સૂચન પણ રિપોર્ટમાં આપવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અહીં સુરંગ, હૉટલ અને હૉસ્પિટલ જેવા અન્ય મોટા નિર્માણની મંજૂરી આપવા અગાઉ વિસ્તૃત એન્જિનિયરિંગ ભૂવૈજ્ઞાનિક અને ભૂટેક્નિકલી તપાસ/અભ્યાસ કરવો જોઈએ. રિપોર્ટમાં ઉપસ્થિત ઇમરતોની તપાસ અને સંરચનાઓની રિટ્રોફિટિંગને મજબૂત કરવાની ભલામણ પણ કરી છે, જેથી તેના લપસવા અને ધ્વસ્ત થવાના સંભવિત નુકસાનથી બચાવી શકાય છે. મસૂરી આવનારા પર્યટકોની સંખ્યામાં સતત વધી રહી છે. વર્ષ 2022માં અહીં 1,17,389 સહેલાણી પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp