ગલવાનમાં શહીદ થયા પતિ, હવે લેફ્ટનન્ટ બનીને રેખા દુશ્મનોનો કરશે સફાયો
જૂન 2020મા પૂર્વી લદ્દાખની ગલવાન વેલીમાં ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથે ઘર્ષણમાં માર્યા ગયેલા 20 બહાદૂરોમાંથી એકની પત્ની ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટના રૂપમાં નિમણૂક કરવામાં આવશે. સેનાના એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, મહિલાનું નામ રેખા સિંહ છે. રેખા સિંહ એ 200 કેડેટોમાં સામેલ થશે, જેમાં 40 મહિલાઓ સામેલ છે. જે 29 એપ્રિલના રોજ ચેન્નાઈ સ્થિત અધિકારીઓની ટ્રેનિંગ અકાદમીથી સ્નાતક થશે.
પહેલી વખત અધિકારીઓએ આ નવા બેચની 5 મહિલા કેડેટોને આર્ટિલરી રેજિમેન્ટમાં કમિશન આપવાની આશા છે. એક રિપોર્ટ્સ મુજબ, રેખાના લગ્ન બિહાર રેજિમેન્ટની 16મી બટાલિયનના નાયક દીપક સિંહ સાથે થયા હતા. જે 15 જૂન 2020ના રોજ ચીની સૈનિકો સાથે લડતા લડતા સુદૂર વેલીમાં શહીદ થઈ ગયા હતા. નવેમ્બર 2021માં તેમની વીરતા માટે તેમને મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર બાદ વીર ચક્ર ભારતનું ત્રીજું સૌથી મોટું યુદ્ધકાલીન સૈન્ય સન્માન છે. એ મહિલાઓ જેના પતિ યુદ્ધમાં કે ડ્યૂટીમાં શહીદ થઈ જાય છે, હવે જિંદગીમાં અગાળ વધી રહી છે અને શાસ્ત્ર બળોમાં પોતાનું કરિયર બનાવવાનો વિકલ્પ પસંદ કરી રહી છે. જેથી તેઓ પોતાના સૈનિક પતિઓના વારસાને આગળ વધારી શકે. સેના એ મહિલાઓને પ્રોત્સાહિત કરી રહી છે જે પોતાના દિવંગત પતિઓના માર્ગે ચાલવા માટે અધિકારી બનવા પાત્ર છે.
સેના તેમને એક નવી શરૂઆત કરવા માટે માર્ગદર્શન પણ પ્રદાન કરી રહી છે. શહીદોની પત્નીઓને સેવા સિલેક્શન બોર્ડ ઇન્ટરવ્યૂ માટે ક્વાલિફાઇડ કરવા માટે સંઘ લોક સેવા આયોગ (USPC) દ્વારા આયોજિત સંયુક્ત રક્ષા સેવા પરીક્ષામાં સામેલ થવાની છૂટ આપવામાં આવી છે. એ સિવાય તેઓ ઉંમરમાં છૂટની પણ હકદાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp