બીજી મહિલાઓ સાથે સંબંધ, ઔવેસીએ ગોડસેના સાથીઓનું નામ લઇને શું શું કહી દીધુ?

PC: loksatta.com

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયેલી હિંસા અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પૂછ્યું છે કે જો ફોટો રાખવો ગુનો છે તો તેમાં IPCની કઈ કલમ સામેલ છે.? ઔવેસીએ કટાક્ષમાં કહ્યું કે જો પ્રતિબંધિત નામોની યાદી હોય તો તેનું નામ પણ તેમાં સામેલ કરવું જોઈએ કારણ કે તે ઉશ્કેરણીજનક ભાષણ આપે છે. ઓવૈસીએ ગોડસે, આપ્ટે અને મદન લાલ પાહવાને લઈને ઘણા મોટા નિવેદન આપ્યા હતા.

ઔવેસીએ કહ્યું કે,તમે 44 સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે, તો એ જ રીતે ઔરંગઝેબ, બાબર, ખિલજી, બહાદુર શાહ ઝફર, શાહજહાં, જહાંગીર, કુલી કુતુબ શાહ જેવા નામો પર પ્રતિબંધ મૂકો. અને સ્પષ્ટ કરો કે આ નામોનો ઉપયોગ કરી શકાતો નથી

ઔવેસીએ કહ્યુ કે પ્રતિબંધિત નામોની યાદીમાં ગોડસે, આપ્ટે અને મદનલાલના નામ નહીં ઉમેરવામાં આવે, કારણ કે તેઓ બધાના પ્યારા છે. ઔવેસીએ કહ્યું કે, તમે લવ જેહાદની વાત કરો છો. શું તમે જાણો છો કે આપ્ટે અને મદન લાલ પાહવા કોણ છે? આ બંનેએ મહાત્મા ગાંધીની હત્યામાં ગોડસેને સાથ આપ્યો હતો. આપ્ટે પરિણીત હોવા છતાં મનોરમા નામની એક ખ્રિસ્તી મહિલા સાથે તેમનું અફેર હતું અને મહાત્મા ગાંધીની હત્યા કરતા પહેલા તે ત્રીજી સ્ત્રીને મળ્યા હતા જેની સાથે તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

ઔવેસીએ દાવો કરતા કહ્યું કે મદન લાલ પાહવાને એક વેશ્યાની પુત્રી શેવંતી સાથે પ્રેમ થયો હતો, જેની સાથે તેમણે લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો. ઔવેસીએ કહ્યું કે, શેવંતી પોતાની માતાની જેમ વેશ્યાવૃતિમાં નહોતી જવા માંગતી, પરંતુ જ્યારે મદન લાલ પાહવાએ મહાત્મા ગાંધીની હત્યા કરી તો શેવંતી એટલી તુટી ગઇ હતી કે તેણે પોતાને વેશ્યાવૃતિ માટે મજબુર કરી. એનું શું કહેવામાં આવે?

ઔવેસીએ આગળ કહ્યું કે, ભાજપ મહારાષ્ટ્રમાં ઇસ્લામ અને મુસલમાનોને બદનામ કરી રહી છે. ઔવેસીએ આરોપ લગાવ્યો કે આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં તોફાનો કરાવવાનું ભાજપનું ષડયંત્ર છે.

કોલ્હાપુરમાં 3 યુવકોએ કથિત રીતે ઔરંગઝેબની પ્રસંશા કરતું એક WhatsApp સ્ટેટસ મુક્યું હતું જે વાયરલ થઇ ગયું હતું. એની સામે હિંદુ સંગઠનોએ કોલ્હાપુર બંધનું એલાન આપ્યું હતું. હજારોની સંખ્યામાં હિંદુ સંગઠનો છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે એકઠાં થયા હતા. એ દરમિયાન કેટલાંક લોકોએ પત્થરમારો કર્યો હતો અને દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસે પ્રદર્શન કરનારાઓ સામે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં 40ની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp