26th January selfie contest

પાણી આવવાનું બંધ થયું, ટાંકીનું ઢાંકણ ખોલીને જોયું તો મળ્યા માતા-દીકરીના શવ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના અમરોહામાં પાણીની ટાંકીમાં માતા અને દીકરીના શબ મળવાથી હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને બંને શબ કબજે કરી લીધા. પોલીસે બંનેના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. શંકાના આધાર પર મૃતિકાના પતિને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના શકૂરાબાદ ગામની છે. અહીંની રહેવાસી આલિયા અને તેની 3 વર્ષની દીકરીનું શબ પાણીની ટાંકીમાં પડેલી મળી.

પોલીસે જણાવ્યું કે, આસ મોહમ્મદ દિલ્હીમાં સુથારીકામ કરે છે અને તેણે 2 લગ્ન કર્યા હતા. તેની બીજી પત્ની 35 વર્ષની આલિયા અને 3 વર્ષની દીકરી ઇનાયા અને પહેલી પત્ની પણ સાસુ-સસરા સાથે ગામમાં જ રહેતી હતી. આસ મોહમ્મદ અને આલિયાએ 12 વર્ષ અગાઉ લવ મેરેજ કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે, દિલ્હીમાં કામ કરતી વખત આસ મોહમ્મદની મુલાકાત એક ફેક્ટ્રીમાં કામ કરનારી આસિયા ઉર્ફ આલિયા સાથે થઈ હતી.

ગુરુવારે આલિયા અને ઇનાયાના શબ બાથરૂમની છત પર રાખેલી 1000 લીટરની ટાંકીમાં પડેલા મળ્યા. મૃતિકાના પરિવરાજનોનો આરોપ છે કે, માતા-પુત્રીની હત્યા કરીને શબ પાણીની ટાંકીમાં નાખી દેવામાં આવ્યા. આ ઘટનાની જાણકારી ગુરુવારે સવારે લગભગ 9:00 વાગ્યે ત્યારે મળી, જ્યારે પાણી ન આવવા પર પરિવારના લોકો ટાંકી જોવા પહોંચ્યા. ગ્રામજનોનું કહેવું છે કે, માતા અને દીકરીની હત્યા કરીને શબ પાણીની ટાંકીમાં છુપાવી દેવામાં આવ્યા હતા.

તો બંને પત્નીઓમાં ક્યારેક ક્યારેક વિવાદ થવાની વાત પણ સામે આવી રહી છે. તો આ મામલે પોલીસનું કહેવું છે કે, આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બંને શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે, મૃતિકાના પતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. જલદી જ આ હત્યાના રહસ્ય પરથી પરદો ઉઠી જશે. કહેવામાં આવે છે કે સાસરો યાસીન કોઈ કામથી સવારે ગજરૌલા ગયો હતો. જ્યારે સાસુ મુનિજા ખેતરે ગઈ હતી. ઘરે આલિયા, ઇનાયા સિવાય આસ મોહમ્મદની પહેલી પત્ની અને તેના બાળકો હતા.

સવારે લગભગ 9:00 વાગ્યે સાસુ ખેતરેથી આવી તો પાણી પીવા માટે નળ ચાલુ કર્યો, પરંતુ ટાંકીમાંથી પાણી ન આવ્યું. સાસુના જણાવ્યા મુજબ, એ સમયે ઘર પર કોઈ નજરે ન પડ્યું. દીકરાની પહેલી પત્ની પાડોશીના ઘરે હતી. ઇનાયા અને આલિયા નજરે ન પડી. ત્યારબાદ મુનિજાએ પૌત્રને ટાંકીમાં જોવા માટે મોકલ્યો. પૌત્ર પાડોશની છતના સહારે ટાંકી સુધી પહોંચ્યો અને અને ટાંકીમાં જોયું તો આલિયા અને ઇનાયાનું શબ પડેલું હતું. એ જોતા જ તેણે બૂમબરાડા કરી દીધા. ત્યારબાદ પરિવારજનો અને ગામના લોકોની ભીડ ભેગી થઈ ગઈ. પોલીસને જાણકારી આપીને બોલાવવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp