રક્ષાબંધન પર મોદી સરકારની ભેટ, ગેસ બાટલો સસ્તો થયો, જાણો કેટલા થયો ઘટાડો

PC: thehindu.com

રક્ષાબંધનના તહેવારમાં મોદી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. ઉજજવલા યોજનામાં ગેસના બાટલા પર હવે વધુ 200 રૂપિયાની સબસિડી મળશે. જો કે, સબસિડી સિવાયના ગેસ પર આ છુટનો લાભ નહીં મળે.

મોંઘવારીથી પરેશાન લોકોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર (LPG)ની કિંમતમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકારે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સબસિડી ઉજ્જવલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને આપવામાં આવશે. ઓગસ્ટની પહેલી તારીખે, પેટ્રો-લાઈમ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કર્યો હતો. જોકે,ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નહોતો.

ઓગસ્ટની પહેલી તારીખે રાજધાની દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી, મુંબઈમાં 1102.50 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા હતી. પેટ્રો લિયામ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવમાં ફેરફાર કરે છે.

સરકારના જણાવ્યા અનુસાર, ઉજ્જવલા યોજના હેઠળ LPG સિલિન્ડરની કિંમત 200 રૂપિયા સસ્તી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ગયા વર્ષે જ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ રાંધણ ગેસ પર સબસિડીનો લાભ મળશે. અન્ય કોઈને રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે નહીં. ઉજ્જવલા યોજના હેઠળ, સરકાર પહેલાથી જ 200 રૂપિયાની સબસિડી આપતી હતી. હવે તેમાં 200 રૂપિયાની વધારાની સબસિડી મળશે.મતલબ કે હવે 400 રૂપિયાની સબસિડી મળશે.

ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓ એક વર્ષમાં કુલ 12 રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ હેઠળ, સરકાર ગરીબી રેખા (BPL) હેઠળના પરિવારોને મફત રાંધણ ગેસ કનેક્શન આપે છે.

સબસિડી મેળવવા માટે તમારે તમારો આધાર નંબર LPG કનેક્શન સાથે લિંક કરવો પડશે. સબસિડી મેળવવા માટે. 14.2 કિલોના LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળે છે.

માર્ચ 2023 સુધીના સરકારી ડેટા અનુસાર, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ મફત રસોઈ ગેસ કનેક્શન્સનું વિતરણ કર્યું હતું.

દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા 14.2 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરવામાં આવે છે. દેશમાં 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર 1 માર્ચ, 2023ના રોજ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp