પ્રત્યક્ષદર્શીનો ચોંકાવનારો દાવો- ઓરિસ્સા રેલ અકસ્માત સમયે રેલવે ક્રોસિંગ પર...

ઓરિસ્સા ટ્રેન અકસ્માતે આખા દેશને ચોંકાવી દીધો છે. આ અકસ્માતમાં 288 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 1100 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એવામાં બધા લોકો આ ભીષણ ટ્રેન અકસ્માતનું કારણ જાણવા માગે છે. અકસ્માતને લઈને ઘણી થિયોરી સામે આવી છે. એવામાં એક પ્રત્યક્ષદર્શીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બાલસોરમાં જે જગ્યાએ આ અકસ્માત થયો છે એ દુર્ઘટનાસ્થળથી 20 મીટર દૂર રહેતા એક મેડિકલના માલિક સૌભાગ્ય રંજન સારંગી (ઉંમર 25 વર્ષ)એ કહ્યું કે, દુર્ઘટનાના સમયે રેલવે ક્રોસિંગ પર સમારકામનનું કામ ચાલી રહ્યું હતું.
ટ્રેક પર ઓછામાં ઓછા 10-15 ગેટમેન હતા. 25 વર્ષીય યુવકે એમ પણ કહ્યું કે, છેલ્લા 2 મહિનાથી કામ ચાલી રહ્યું હતું. ગેટમેનના રૂમમાં નિર્માણ ચાલી રહ્યું હતું. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, રેલવે ક્રોસિંગ પર અકસ્માતના દિવસે પણ કામ ચાલી રહ્યું હતું. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા પ્રત્યક્ષદર્શી દુકાનદારે જણાવ્યું કે, હું રોજ દુકાન બંધ કરીને જાઉ છું તો જોઉ છું કે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં રેલવેનું કામ થઈ રહ્યું છે. પ્રત્યક્ષદર્શી મુજબ ટ્રેક પર બ્રોડગેજનું કામ છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું છે.
ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાં 2 જૂનના રોજ 3 ટ્રેનો વચ્ચે ટક્કર થઈ ગતિ હતી. બહનાગા બજાર સ્ટેશન પાસે SMVB-હાવડા એક્સપ્રેસ (12864) અને કોરોમંડળ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કર થઈ ગઈ હતી. અકસ્માતમાં 288 લોકોના મોત થઈ ગયા હતા. 1100 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કોરોમંડળ એક્સપ્રેસ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના હાવડા સ્ટેશન અને તામિનાડુના ચેન્નાઈ વચ્ચે ચાલે છે. અકસ્માતમાં 15 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. 7 ડબ્બા પૂરી રીતે પલટી ગયા હતા. તો 3 ગાડીઓ એક-બીજા સાથે ટકરાવાને લઈને રેલવેએ બોર્ડે વધુ એક મોટી જાણકારી આપી છે.
બોર્ડે ડ્રાઇવરના સંદર્ભે જણાવ્યું હતું કે, સિગ્નલમાં ગરબડીના કારણે આ આ અકસ્માત થયો. કોરોમંડળ એક્સપ્રેસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, તેણે ગ્રીન સિગ્નલ આપીને જ આગળનો રસ્તો નક્કી કર્યો હતો. તો યશવંતપુર એક્સપ્રેસના ડ્રાઇવરે અકસ્માત અગાઉ અજીબ અવાજ સાંભળવાનો દાવો કર્યો હતો. આ ભયાનક અકસ્માતમાં કોરોમંડળ એક્સપ્રેસ ટ્રેનને સૌથી વધુ નુકસાન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp