જો તમે પણ મંગાવો છો હોટેલમાંથી ખાવાનું, તો આ Video જરૂર જોજો

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમા રેસ્ટોરન્ટમાં કામ કરનારા એક વ્યક્તિ પર ખાવાનામાં થૂંકવાનો આરોપ લાગ્યો છે. કોઈ વ્યક્તિએ આ વીડિયોને રેકોર્ડ કરી લીધો અને હવે આ મામલામાં પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે. વીડિયો ગાજિયાબાદના લોની ક્ષેત્રના સલામ ચિકન રેસ્ટોરન્ટનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયો શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેસ્ટોરન્ટના કર્મચારી ખાવાનામાં થૂંકી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ પોલીસમાં તેની ફરિયાદ કરી છે. ખાવાનાના પેકેટમાં થૂંકનારા આરોપીનું નામ સલામ કુરેશી અને ઐય્યુબ કુરેશી જણાવવામાં આવી રહ્યું છે.
વાયરલ વીડિયોમાં કર્મચારી સ્પષ્ટરીતે થૂંકતો દેખાઈ રહ્યો છે. પોલીસ સુધી આ મામલો પહોંચતા પોલીસ આરોપીઓને કસ્ટડીમાં લઇ તેમની પૂછપરછ કરી રહી છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર ગુપ્તા નામના ટ્વિટર યુઝરે લખ્યું, આ લોકો જેવા દુષ્ટ પ્રવૃત્તિના લોકોએ જેલમાં હોવુ જોઈએ કારણ કે, આ માનસિક વિકૃતિના લોકો છે, સભ્ય સમાજમાં તેમનું કોઈ સ્થાન નથી. દીપિકા નામની એક યુઝરે લખ્યું, બહારનું ખાવાનું પણ બંધ કરી દેવુ જોઈએ. આ તો દેખાઈ ગયા. આવા કંઈ કેટલાય લોકો હોય છે જે દેખાતા પણ નથી. એક અન્યુ યુઝરે લખ્યું કે, આ લોકો આવી હરકતો શા માટે કરે છે? શું તેમને પકડાઈ જવાનો ડર નથી લાગતો?
યશ નામના એક યુઝરે આ વીડિયોના કમેન્ટમાં લખ્યું કે, કોઈપણ રેસ્ટોરન્ટમાં ખાવા જવા કરતા સારું એ છે કે, તમે પોતાના જ ઘરે બનાવીને ખાઈ લો. એક યુઝરે લખ્યું, આજે આ લોકો થૂંકી રહ્યા છે, સતત આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી. આ લોકોમાં ડર શા માટે નથી? કાલે ઉઠીને આ લોક ઝેર પણ ભોજનમાં મિક્સ કરી શકે છે. આદર્શ નામના એક યુઝરે લખ્યું- મને તો આજ સુધી એ નથી સમજમા આવ્યું કે, આવુ કરીને તેમને શું મળે છે?
गाजियाबाद “सलाम कुरैशी और अय्यूब कुरैशी” के रेस्टोरेंट में कर्मचारी “मासूम” का थूककर खाना पैक करने का वीडियो हुआ वायरल-
— Sudhir Mishra 🇮🇳 (@Sudhir_mish) May 27, 2023
होटल बावर्ची के खिलाफ मुकदमा दर्ज किया गया। पूरे होटल को “सीज” किया जाना चाहिये.. pic.twitter.com/Vds8wephu1
ઉલ્લેખનીય છે કે, આ પહેલો મામલો નથી. પહેલા પણ હોટેલમાં થૂંકીને રોટલી બનાવવાનો મામલો સામે આવ્યો હતો, જેમા પોલીસે ઘણા લોકોને જેલમાં મોકલ્યા હતા. તેમ છતા, આ પ્રકારના વીડિયો જવા મળી રહ્યા છે. એસીપી લોની રજનીશ કુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે, એક ફરિયાદ મળી હતી કે લોની સ્થિત એક હોટેલમાં ખાવાનું પેકિંગ કરવા દરમિયાન થૂંકવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોને ધ્યાને લઇ મામલો દાખલ કરી આરોપી કારીગરની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp