‘લોહી ગરમ રાખવું પડશે’, હિન્દુ મહાપંચાયતમાં ઉશ્કેરણીજનક નિવેદનબાજી, હથિયાર પણ...

PC: telegraphindia.com

હરિયાણાના નૂહ હિંસાની આગમાં આસપાસના જિલ્લામાં પણ લૉ એન્ડ ઓર્ડર બગડી ગયો હતો. માહોલ શાંત કરવામાં શાસનથી લઇને પ્રશાસન સુધીનો પરસેવો છૂટી ગયો હતો. આ દરમિયાન રવિવારે પલવલમાં આયોજિત હિન્દુ મહાપંચાયતમાં હરિયાણાના ગૌરક્ષક દળના નેતા આચાર્યા આઝાદ શાસ્ત્રીએ ઉશ્કેરણીજનક અને વિવાદિત નિવેદન આપીને માહોલ ગરમાવી દીધો છે. તેમણે સરકારને હથિયારોના લાઇસન્સ આપવાની વકીલાત કરી. તેમણે કહ્યું કે, આપણે એ તરત જ સુનિશ્ચિત કરવું જોઇએ કે મેવાતમાં 100 હથિયારોના લાઇસન્સ આપવા જોઇએ, બંદૂકોના નહીં, પરંતુ રાઇફલોના લાઇસન્સ મળવા જોઇએ. કેમ કે રાઇફલો લાંબી દૂરી સુધી ફાયરિંગ કરી શકે છે.

તેમણે કહ્યું કે, આ કરો યા મરોની સ્થિતિ છે. યુવાનોને કહી રહ્યો છું કે લોહી ગરમ રાખવું પડશે. આ દેશનું વિભાજન હિન્દુ અને મુસ્લિમોના આધાર પર થયું હતું. ગાંધીજીના કારણે જ આ મુસ્લિમ મેવાત સુધી રોકાઇ રહ્યા. આપણે FIRથી ન ડરવું જોઇએ. મારી વિરુદ્ધ પણ FIR છે, પરંતુ આપણે ડરવું ન જોઇએ. તમારે જાગવું પડશે. નૂહની સીમા નજીક પલવલ જિલ્લાના પોન્ડરી ગામમાં આ હિન્દુ મહાપંચાયત થઇ રહી છે. ઘટનાસ્થળ પર સખત સુરક્ષા વ્યવસ્થા છે. પોલીસ તરફથી પૂરી બેઠકની રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 31 જુલાઇના રોજ હરિયાણાના નૂહમાં ત્યારે હિંસા ભડકી ઉઠી હતી, જ્યારે હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) તરફથી વૃજમંડળ જળાભિષેક યાત્રા કાઢવામાં આવી રહી હતી. પથ્થરમારો અને હોબાળામાં બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત 6 લોકોના મોત થઇ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. હવે માહોલમાં શાંતિ બાદ વૃજમંડળ યાત્રાને ફરીથી શરૂ કરવાની તૈયારીઓ પર ચર્ચા માટે પલવલમાં એક મહાપંચાયત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. પહેલા આ બેઠક નૂહમાં પ્રસ્તાવિત હતી, પરંતુ મંજૂરી ન મળવાથી સ્થળ બદલવામાં આવ્યું છે.

પલવલના SP લોકેન્દ્ર સિંહે જણાવ્યું કે, ઘણી શરતો પર મંજૂરી આપવામાં આવી છે. ઉશ્કેરણીજનક ભાષણ પર રોક લગાવવામાં આવી છે. અમારી ટીમ દરેક વ્યક્તિ પર નજર રાખશે અને કોઇ પણ ખોટી હરકત પર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે VHP વિભાગના મંત્રી દેવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, બધા હિન્દુ સંગઠનોએ 28 ઑગસ્ટના રોજ યાત્રા પૂરી કરવાનો નિર્ણય લીધો છે. આશા છે કે યાત્રા શાંતિ અને ઉત્સાહ સાથે પૂરી થશે. 31 જુલાઇના રોજ નૂહ જિલ્લાના નંદગાંવ પાસે યાત્રા રોકી દેવામાં આવી હતી.

ગૌરક્ષકો અને ભિવાની મોત કેસના આરોપી મોનૂ માનેસર સહિત મેવાત જવાના સમાચારો પર ઘર્ષણ થવાની વાત સામે આવી હતી. એ દરમિયાન વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં નાસિર અને જુનૈદના મોત પર નોંધાયેલી FIRમાં મોની માનેસરનું નામ હતું. નાસિર અને જુનૈદના સળગેલા શબ હરિયાણાના ભિવાની જિલ્લામાં એક બોલેરોમાં મળી આવ્યા હતા. જો કે, મોનૂ માનેસરનો દાવો છે કે આ યાત્રામાં તે સામેલ થયો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp