PM મોદીની ભત્રીજી બનીને છોકરીએ રિટાયર્ડ કર્નલને લગાવ્યો 21 લાખનો ચૂનો

PC: economictimes.indiatimes.com

વારાણસીમાં છેતરપિંડીનો એક કેસ સામે આવ્યો છે, જ્યાં રિટાયર્ડ કર્નલ પાસેથી જયપુરની મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી બનીને 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. હાલમાં કેંટ પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત 2 લોકો પર કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. તો આરોપી મહિલાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈ પણ પ્રકારના સંબંધને PMOએ નકાર્યા છે. ઉલ્લેખનીય છે કે શેરમાં રોકાણના નામ પર છેતરપિંડી કરવામાં આવી છે.

શું છે આખો મામલો?

વારાણસી પટેલ નગર કોલોની (નદેસર)ના રહેવાસી રિટાયર્ડ કર્નલ ઉપેન્દ્ર રાઘવે 21 લાખ રૂપિયાની છેતરપિંડીમાં વેરોનિકા મોદી અને વરુણાપુલ વિસ્તારના રહેવાસી રમેશ શર્મા પર કેંટ પોલીસ સ્ટેશનમાં રવિવારે કેસ નોંધાવ્યો છે. તેમણે પોતાની મહેનતની કમાણી પરત અપાવવાની માગ કરી છે. આરોપ છે કે સ્ટોક માર્કેટમાં સારો નફો અપાવવાના નામ પર તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી. પીડિત રિટાયર્ડ કર્નલ ઉપેન્દ્ર રાઘવ મુજબ, તેઓ જમ્મુમાં ફરજ બજાવતા હતા. ત્યાંની જ એક બેંકનું ખાતું પણ છે. તેમની બલિયાની કોમલ પાંડે દ્વારા વેરોનિકા મોદી સાથે ઓળખાણ થઈ.

વેરોનિકા જયપુરની રહેવાસી છે અને વેરોનિકા મોદીએ વૉટ્સએપ પર ચેટિંગ દરમિયાન શેર માર્કેટમાં રોકાણની વાત કરી અને કર્નલને જણાવ્યું કે, તેમાં સારો નફો મળશે. ત્યારબાદ રમેશ શર્માના ખાતામાં કર્નલ પાસેથી 21 લાખ રૂપિયા મંગાવ્યા. જે રાજસ્થાનની જ એક બેંકમાં હતું. પરંતુ પછી પાછા રૂપિયા કર્નલને પાછા આપ્યા જ નહીં. જો કે, એક વખત વેરોનિકાએ વૉટ્સએપ પર 18 લાખ રૂપિયાના ચેકની તસવીર મોકલી હતી, જે નકલી હતો. ઉપેન્દ્ર રાઘવે જણાવ્યું કે, જ્યારે પણ તેની પાસે પૈસા માગ્યા, તેણે બહાના બનાવીને ના પાડી દીધી.

સાથે જ તે પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી બતાવી રહી હતી. કેંટ પોલીસે યુવતી વેરોનિકા અને રમેશ શર્મા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કર્નલે જણાવ્યું કે, વેરોનિકાના સંબંધમાં જ્યારે PMO પાસેથી જાણકારી માગવામાં આવી તો ત્યાંથી કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન સાથે વેરોનિકાનો કોઈ સંબંધ નથી. આ કેસમાં કેંટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રભૂકાંતે જણાવ્યું કે, ફરિયાદના આધાર પર કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. રિટાયર્ડ કર્નલ ઉપેન્દ્ર રાઘવે પોલીસને જણાવ્યું કે થોડા દિવસ અગાઉ બલિયાની રહેવાસી એક યુવતી કોમલ પાંડેનો ફોન આવ્યો હતો.

તેણે મોબાઇલના માધ્યમથી તેનો પરિચય વેરોનિકા સાથે કરાવ્યો, જેણે પોતાને વડાપ્રધાનની ભત્રીજી બતાવી. રિટાયર્ડ કર્નલે જણાવ્યું કે ઘણો સમય વીતી ગયા બાદ પણ જ્યારે માર્કેટ રોકાણમાં કોઈ નફો ન મળ્યો તો તેમણે વેરોનિકાને ફોન કર્યો અને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે જલદી જ કંઈક થશે. આખું વર્ષ વીતી ગયા બાદ પણ કંઈ ન થયું તો કર્નલે પૈસા પાછા આપવાનો દબાવ નાખ્યો, પરંતુ વેરોનિકાએ કોઈ જવાબ ન આપ્યો. રિટાયર્ડ કર્નલે જણાવ્યું કે, જ્યારે મહિલા પર વધારે દબાવ બનાવ્યો તો વેરોનિકાએ કહ્યું કે, IPLમાં બધા પૈસા ગુમાવી દીધા છે. હાલમાં પોલીસે વેરોનિકા અને તેના સાથી રમેશ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp