રિટાયર પોલીસવાળાનો કરૌલી બાબા પર આરોપ, દોઢ લાખ લઈ લીધા પણ બીમારી સારી ન થઈ
કાનપુરના કરોલી આશ્રમના બાબા સંતોષ ભદોરિયા પર એક ડૉક્ટર સાથે મારમારીના આરોપની ફરિયાદ શું નોંધાઈ, તેના પર આરોપોનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. છેતરપિંડી કરવાનો આરોપ લગાવનારા ઘણા લોકો સામે આવી રહ્યા છે. હવે છતરપુરના રહેવાસી રિટાયર્ડ ઇન્સ્પેક્ટર પ્રશાંત કુમાર ભટ્ટે આરોપ લગાવ્યો કે બાબાએ મારી સાથે છેતરપિંડી કરી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા રિટાયર્ડ ઇન્સ્પેક્ટર પ્રશાંતકુમાર ભટ્ટે કહ્યું કે, બાબાએ બીમારી સારી કરવાના નામ પર મારી પાસે 1 લાખ 51 હજાર રૂપિયાની છેતરપિંડી કરી અને મારી બીમારી પણ સારી ન થઈ.
પ્રશાંત ભટ્ટે કહ્યું કે, મારી પાસે સારવારના નામ પર હવન કરાવવામાં આવ્યું, પરંતુ મારી બીમારીને કોઈ ફાયદો ન થયો. પ્રશાંત કુમાર ભટ્ટે આ હવન હાલમાં 4 દિવસ અગાઉ એટલે કે 20 માર્ચ 2023ના રોજ જ કાનપુરના કરૌલી આશ્રમમાં કર્યો હતો. પ્રશાંત કુમાર, મધ્ય પ્રદેશ પોલીસમાં ઇન્સ્પેક્ટર હતા, જે હાલમાં જ થોડા દિવસ અગાઉ રિટાયર્ડ થયા છે. પ્રશાંત કુમારે પોતાના અકાઉન્ટથી ઇ-પેમેન્ટ દ્વારા કરૌલી આશ્રમને પેમેનેટ કર્યું છે. પ્રશાંત કુમારે ન્યૂઝ ચેનલને સારવારના નામ પર લેવામાં આવેલા પૈસાઓની લિસ્ટ પણ દેખાડી હતી.
પ્રશાંત કુમારનો કરૌલી આશ્રમ તરફથી ID કાર્ડ અને ટ્રીટમેન્ટ કાર્ડ પણ બન્યો છે. તેનો આરોપ છે કે અમે પોતાના પરિવારના 6 લોકો સાથે બાબાને ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા ગયા હતા. એક મહિના અગાઉ જ અમે આશ્રમનો સંપર્ક કર્યો હતો. તેના માટે બાબાએ અમને કહ્યું હતું કે 1 દિવસના 1 લાખ 51 હજાર લાગશે અને એક જ દિવસમાં તારી બીમારી સારી થઈ જશે. પ્રશાંત કુમારનું કહેવું છે કે, મને હાઇડ્રોસીલ અને કિડનીમાં પથરી હતી, મારી પત્નીને શ્વાસની બીમારી હતી, અમને હવન માટે 20 માર્ચની તારીખ આપવામાં આવી હતી, અમારું હવન થઈ ગયું, પરંતુ બીમારીમાં કોઈ ફાયદો ન થયો. કાલે અમે બાબાને મળીને જ્યારે કોઈ ફાયદો ન થવાની વાત કહી તો તેણે એમ કહ્યું કે જાઓ જાઓ આગળ ફાયદો થશે.
પ્રશાંત કુમારનું કહેવું છે કે મને ખબર પડી ગઈ કે બાબાએ મને છેતરી લીધો છે. હવે હું તેની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કરીશ, કાયદાનો જાણકાર છું, મારી પાસે બધા ડોક્યૂમેન્ટ છે. પોલીસ થઈને પણ છેતરાવાના સવાલ પર તેણે કહ્યું કે, જ્યારે વ્યક્તિ પરેશાન થાય છે તો તેને જે રસ્તો મળે છે, તેના પર જ ચાલી પડે છે. પ્રશાંત કુમાર છતરપુરના રહેવાસી છે અને કાનપુરના કલ્યાણપુર વિસ્તારમાં નવશીલ ધામમાં પોતાના એક સંબંધીના ત્યાં રોકાયા છે. આ કેસમાં અત્યારે કરૌલી બાબાનો કોઈ પક્ષ આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp