CBIનો ખુલાસો, બે કર્મચારીઓએ બેંકના 55 કરોડ રૂપિયા સટ્ટામાં ઉડાવ્યા

PC: businessworld.in

દિલ્હીમાં CBIએ 55 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં એક અધિકારી અને તેના સહયોગીનું નામ જાહેર કર્યું છે. CBIને તપાસમાં જે જાણકારી મળી હતી તે જોઇને અધિકારીઓ પણ ચકરાવે ચઢી ગયા હતા. CBIએ ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો કરીને કહ્યું છે કે, આ બંને જણાએ બેંકના જ 55 કરોડ રૂપિયાથી ઓનલાઇન ગેમની મજા કરી અને ઓનલાઇન સટ્ટાં રૂપિયા ઉડાવી દીધા હતા. બેંકના અધિકારીઅએ પોતાનો ગુનો કબુલી લીધો છે.

આ કેસ દિલ્હી યુનિવર્સિટીની ખાલસા કોલેજની પંજાબ એન્ડ સિંધ બેંકની નોર્થ કેમ્પસ બ્રાન્ચનો છે. વાત એમ બની હતી કે બેદાંશુ શેખર મિશ્રા 28 જૂન સુધી આ બેંકમાં કાર્યરત હતો. બેદાંશુ મિશ્રા અને તેના સાથી શૈલેષ કુમાર જયસ્વાલે પોતાની જ બેંકના અનેક ખાતાઓમાંથી રૂપિયા ઉપાડીને ઓનલાઇન સટ્ટામાં વાપરી નાંખ્યા હતા. પહેલાં તો બેંકે પોતાના સ્તરે તપાસ કરી હતી, પછી આ કેસ CBI સુધી પહોંચ્યો હતો. CBIની તપાસમાં બેદાંશુએ પોતાની પર લાગેલા આરોપોને સ્વીકારી લીધા હતા.

CBI ચાર્જશીટમાં કહ્યું છે કે  અધિકારી બેદાંશુ મિશ્રા અને તેનો સહયોગી શૈલેષ જયસ્વાલે બેંકના ખાતામાં ગ્રાહકોના અને કોલેજવાળાના જે રૂપિયા હતા તે અનેક ખાતામાંથી  ઉપાડી લીધા હતા અને આ રકમ 55 કરોડ રૂપિયાની હતી. બંનેએ આ રકમ સટ્ટાબાજીમાં લગાવી દીધી હતી.

બેદાંશુ મિશ્રાએ ઓનલાઇન ગેમિંગ માટે ગેરકાયદે સર રીતે સાથી કર્મચારીઓના ઓળખપત્રનો પણ ઉપયોગ કર્યો હતો. આ વાત પણ તેણે CBIની સામે કબુલી લીધી છે. મિશ્રાએ ખાલસા કોલેજની 48.76 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ અને અન્ય ખાતાઓમાંની 6.7 કરોડની મુદ્રા લોનનો પણ ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. CBI ચાર્જશીટમાં કહ્યું છે કે, બેદાંશુ મિશ્રાને ઓનલાઇન સટ્ટો રમવાની લત લાગી ગઇ હતી. મિશ્રા ઓનલાઇન સટ્ટો રમાડતી કેરેબિયન ગેમિંગ વેબસાઇટ પર ગેમ રમતો હતો,  આ વેબસાઇટ ભારતમાં પ્રતિબંધિત છે.

CBIને તપાસમાં મિશ્રા અને જયસ્વાલના વોઇસ અને ટેક્સટ ચેટથી ખબર પડી હતી કે બેદાંશુ શેખર મિશ્રા આરોપી જયસ્વાલના નિયમિત સંપર્કમાં હતો. બંને વચ્ચેની વાતચીતમાંથી CBIને જાણવા મળ્યુ કે જયસ્વાલે મુદ્ધા લોન ખાતામાંથી જુદા જુદા ચાલુ ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. મિશ્રાએ જયસ્વાલની સુચના પર ખાતાધારકોની પરવાનગી પર જ મુદ્ધા લોન ખાતામાં લેવડ-દેવડ કરી નાંખી હતી. મિશ્રાએ 7 બેંક ખાતમાંથી 6.74 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp