PM મોદી વિરૂદ્ધ પોસ્ટરો લગાવાતા 4ની ધરપકડ, 44 FIR થઈ, AAP કહે- આ તાનાશાહી

PC: timesofindia.indiatimes.com

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં દિવાલો અને થાંભલાઓ પર PM નરેન્દ્ર મોદીને હટાવવાની માંગ કરતા પોસ્ટરો મળ્યા બાદ પોલીસ મંગળવારે એક્શનમાં આવી ગઈ. દિલ્હી પોલીસે આ મામલે 44 FIR નોંધી છે અને બે પ્રિન્ટિંગ પ્રેસ માલિકો સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઓછામાં ઓછા 2,000 પોસ્ટરો હટાવ્યા છે. આ સિવાય એક શંકાસ્પદ વાનને રોકીને તેમાંથી 2 હજારથી વધુ વિવાદાસ્પદ પોસ્ટર જપ્ત કરવામાં આવ્યા હતા.

સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા, ઉત્તર પ્રદેશ) દીપેન્દ્ર પાઠકે મીડિયાને જણાવ્યું હતું કે, પોલીસે એક શંકાસ્પદ વાનને રોકી હતી. આ વાન IP એસ્ટેટમાં DDU માર્ગ ખાતેના AAP હેડક્વાર્ટરથી આવી રહી હતી. વાનમાંથી PM નરેન્દ્ર મોદી વિરોધી 2,000થી વધુ પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પાઠકે કહ્યું, 'અમે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે.

વધુ તપાસ ચાલુ છે.' એમણે વધુમાં કહ્યું કે, 'ધરપકડ કરાયેલ વ્યક્તિએ ખુલાસો કર્યો કે તેને તેના માલિક દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમથકમાં પોસ્ટરોનું વિતરણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે એક દિવસ પહેલા જ ત્યાં ડિલિવરી પણ કરી હતી. આ મામલે AAP તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, બે પ્રિન્ટિંગ પ્રેસ કંપનીઓને 50,000 પોસ્ટર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કંપનીઓ સાથે જોડાયેલા કર્મચારીઓએ રવિવારની મોડી રાતથી સોમવાર સવાર સુધી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આમાંથી ઘણા પોસ્ટરો ચોંટાડ્યા હતા. પોસ્ટરો પર તેમના પ્રિન્ટિંગ પ્રેસનું નામ પ્રકાશિત ન કરવા બદલ માલિકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ઉત્તર પશ્ચિમ જિલ્લામાં તાજેતરની ઘટનામાં 20 FIR ઉત્તર પશ્ચિમ જિલ્લામાં નોંધવામાં આવી છે, ઉત્તરમાં છ અને પશ્ચિમમાં પાંચ, શાહદરા અને દ્વારકામાં ત્રણ-ત્રણ, મધ્ય, ઉત્તરપૂર્વ અને પૂર્વમાં બે-બે અને દક્ષિણ પૂર્વમાં એક FIR નોંધવામાં આવી છે.

DCP (ઉત્તર પશ્ચિમ) જિતેન્દ્ર મીણાએ સાબિતી આપી હતી કે, જિલ્લામાં 20 FIR નોંધવામાં આવી છે. તેણે કહ્યું કે, તેણે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'મોટાભાગની FIR જાહેર સંપત્તિ અધિનિયમ અને પ્રેસ એન્ડ બુક્સ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધવામાં આવી હતી.' અધિકારીઓએ જણાવ્યું કે, ત્રણ લોકોની મધ્ય જિલ્લામાંથી અને એકની પશ્ચિમમાંથી ધરપકડ કરવામાં આવી છે. DCP (પશ્ચિમ) ઘનશ્યામ બંસલે જણાવ્યું હતું કે, 'અમે પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને અમે તપાસ કરી રહ્યા છીએ કે તેને આ ઓર્ડર ક્યાંથી મળ્યો.'

બે વર્ષ પહેલા પણ આવી જ એક ઘટના દિલ્હીમાં સામે આવી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે 25 FIR નોંધ્યા બાદ 30 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે દરમિયાન, કોવિડ રસીકરણ અભિયાન દરમિયાન, દિલ્હીના ઘણા વિસ્તારોમાં PM નરેન્દ્ર મોદીની ટીકા કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp