શું વન-ડે વર્લ્ડકપમાંથી પણ રિષભ પંત બહાર થશે? ફરી સર્જરી કરાવવી પડશે

PC: facebook.com/ImRishabPant

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર અને બેટ્સમેન રિષભ પંતને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે. આવી સ્થિતિમાં તેના વર્લ્ડકપ 2023માંથી પણ બહાર થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિકેટ કીપર બેટ્સમેનની આગામી થોડા અઠવાડિયામાં બીજી સર્જરી થઈ શકે છે. પંત હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે.

ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત પોતાની કારમાં રૂરકી જઈ રહ્યો હતો ત્યારે તેને અક્સમાત નડ્યો હતો. આ ભયાનક અકસ્માત બાદ રિષભ પંતની પ્રથમ સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  થોડા દિવસો પહેલા  પંતની કોકિલાબેન હોસ્પિટલમાં જ સર્જરી કરાવામાં આવી હતી.

હવે રિષભ પંતને લઇને મોટી જાણકારી સામે આવી છે. રિષભ પંતની લિગામેંટ રીકન્સ્ટ્રકશન સર્જરી થઇ છે, પરંતુ હજુ અડધું જ કામ થયું છે. આગામી 6 સપ્તાહ એટલે કે દોઢ મહિના પછી રિષભની વધુ એક સર્જરી થવાની શક્યતા છે. એવા સંજોગોમાં IPL, એશિયા કપ અને ઓકટોબર- નવેમ્બર મહિનામાં આયોજિત વનડે વિશ્વકપમાં પણ રિષભ પંત બહાર રહી શકે છે. BCCIના એક અધિકારીએ કહ્યું કે, વર્લ્ડકપ પહેલાં રિષભ પંતનું ફીટ થવું અત્યંત કઠીન છે.

BCCIના વરિષ્ઠ અધિકારીએ ઇનસાઇડ સ્પોર્ટસ સાથેની વાતચીતમાં કહ્યું કે, એ અત્યારે કહેવું વહેલું થઇ પડશે કે રિષભ પંત ક્યારે વાપસી કરશે. તેનો તાજેતરનો મેડિકલ રિપોર્ટ સારો નથી લાગતો. રિષભ પંતે લગભગ 8થી 9 મહિના એક્શનથી દુર રહેશે અને વિશ્વકપમાંથી પણ બહાર થાય તેવી અત્યારે શક્યતા દેખાઇ રહી છે. જો કે આ વાત એની પર નિર્ભર રહેશે કે તેની આગામી સર્જરી કેવી રહે છે.

રિષભ પંતની ઈજાની ગંભીરતા હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. તેના મગજ અને કરોડરજ્જુનો MRI દેહરાદૂનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ સોજા અને દુખાવાના કારણે ડોકટરોએ તેના ઘૂંટણ અને પગની ઘૂંટીનો MRI છોડવો પડ્યો. ગંભીરતા ત્યારે જ ખબર પડશે જ્યારે સોજો થોડો ઓછો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp