મસ્જિદમાં બેસીને લખવામાં આવ્યું હતું રામચરિતમાનસ, ધારાસભ્યના નિવેદન પર હોબાળો

PC: twitter.com/ragini_roma

રામચરિતમાનસ પર વિવાદિત બોલ બંધ થઈ રહ્યા નથી. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ધારાસભ્ય રીતલાલ યાદવે એમ કહીને હોબાળો મચાવી દીધો કે, રામચારિતમાસન મસ્જિદમાં બેસીને લખવામાં આવી હતી. બસ ભાજપને અવસર મળી ગયો. ભારતીય જનતા પાર્ટી (BJP)એ નીતિશ કુમારથી લઈને લાલુ પ્રસાદ યાદવ પર જોરદાર કટાક્ષ કર્યો. હોબાળો મચતો જોઈને જનતા દળ યુનાઈટેડ (JDU)એ રીતલાલ યાદવના નિવેદનથી પલ્લું ઝાડી લીધું.

બિહારમાં આ વર્ષની શરૂઆતમાં રામચરિતમાનસ પર નિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે વિવાદ ઉત્પન્ન કરી દીધો હતો. ચંદ્રશેખર RJD કુટુંબ સાથે સંબંધ રાખે છે અને આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો. હવે વધુ એક RJD ધારાસભ્ય રીતલાલ યાદવે કહ્યું કે, રામચરિતમાનસ, મસ્જિદમાં બેસીને લખવામાં આવી હતી. રીતલાલ યાદવે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે લોકો એક-બીજા સાથે ઝઘડો કરાવવામાં લાગ્યા છે. લોકો તો રામ મંદિરની ચર્ચા કરે છે.

તેમણે કહ્યું કે, ઇતિહાસ ઉઠાવીને જોઈ લો કે, રામચરિતમાનસ મસ્જિદમાં બેસીને લખવામાં આવી. એ સમયે આપણું હિન્દુત્વ જોખમમાં નહોતું. ભાજપે તેમના નિવેદન પર RJDના લોકોને વિકૃત માનસિકતાવાળા બતાવ્યા હતા. RJD ધારાસભ્ય રીતલાલ યાદવે કહ્યું કે, જ્યારે આટલા વર્ષ મુઘલોએ રાજ કર્યું, ત્યારે હિન્દુત્વ જોખમમાં નહોતું. જ્યારે મુસ્લિમ છોકરીએ ભાગવત કથા કહી, ત્યારે કોઈએ કંઈ ન કહ્યું. એ સમયે તેમને કેમ નહીં દેશમાંથી ભગાવી દીધા.

RJD ધારાસભ્યએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, તમે સાચા હિન્દુ બનવા માગો છો, તો પોતાની પાર્ટીથી બધા મુસ્લિમોને ભગાવી દો. ભાજપ બિહાર અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ ટ્વીટ કરીને આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, RJDના લોકો વિકૃત અને તુષ્ટિકરણની માનસિકતાથી ગ્રસિત છે. રાજનૈતિક લાભ માટે હિન્દુ ધર્મની ભાવનાઓને દુઃખી કરવાથી પણ બાજ આવતા નથી. RJD ધારાસભ્યના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ગણાવ્યું. બિહાર ભાજપ પ્રવક્તા પ્રેમ રંજન પટેલે કહ્યું કે, દુનિયાના સૌથી પુરાતન ધર્મ હિન્દુ સનાતન ધર્મ વિરુદ્ધ બોલવું અજ્ઞાનતાનો પરિચાયક છે. રામચરિતમાનસ પર નિવેદનબાજી કરનારા પહેલા જાણકારી હાંસલ કરે.

ભાજપન નેતા અરવિંદ સિંહે પણ નીતિશ સરકાર પર જુબાની હુમલો કરતા કહ્યું કે, તુલસીદાસે રામચરિતમાનસ ક્યાં લખી, તેઓ બધુ જાણે છે. નીતિશ કુમારે જ્યારે લાલુ પ્રસાદ યાદવની પાઠશાળામાં નામાંકન કરાવ્યું છે ત્યારથી નેતા આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. જે લોકો એમ કહી રહ્યા છે કે તેઓ લાલુ યાદવ ચરવાહા વિદ્યાલયથી ભણ્યા છે. જેના હેડમાસ્ટર તજસ્વી યાદવ રહ્યા હશે. RJD ધારાસભ્ય રીતલાલના આ નિવેદનથી મામલો ગરમ થઈ ગયો છે. JDU પ્રવક્તા અભિષેક ઝાએ કહ્યું કે એવા નિવેદનોનો જનતામાં ખોટો સંદેશ જાય છે. તેનાથી બચવું જોઈએ. ધર્મ લોકોનો અંગત મામલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp