ટેંકર અને 6 કરોડની કાર વચ્ચે અકસ્માત, ટ્રકમાં સવાર 2ના મોત, કારવાળાનો બચાવ

PC: jagaran.com

હરિયાણાના નૂહમાં દિલ્હી-મુંબઈ-બરોડા એક્સપ્રેસવે પર એક ભારે ટેંકર અને લગ્ઝરી કાર વચ્ચે ટક્કર થઇ ગઇ. જેમાં એક ટ્રક ચાલક અને તેના સહાયકનું મોત થયું છે. જ્યારે રોલ્સ-રોયસ કારમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે કહ્યું કે, આ અકસ્માત મંગળવાર બપોરે બન્યો હતો. જ્યારે ખોટી દિશામાં જઇ રહેલ ટેંકરે કારને ટક્કર મારી દીધી. ટેંકર સાથે ટક્કર થયા પછી લગ્ઝરી લિમોઝિન કારમાં તરત આગ લાગી ગઇ પણ તેમાં સવાર 5 લોકોને તેમના સંબંધીઓએ સમય રહેતા બચાવી લીધા, જેઓ બીજી કારમાં પાછળ હતા.

સાથે જ પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતમાં મૃતકોની ઓળખ ટ્રકચાલક રામપ્રીત અને સહાયક કુલદીપના રૂપમાં થઇ છે. આ બંને ઉત્તર પ્રદેશના નિવાસી હતા. પોલીસે કહ્યું કે રોલ્સ રોયસમાં સવાર 3 ઈજાયુક્તોની ઓળખ ચંડીગઢ નિવાસી દિવ્યા અને તસ્બીર તો દિલ્હી નિવાસી વિકાસના રૂપમાં થઇ ચૂકી છે. તેમની સારવાર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

ડીઝલ લઇ જઇ રહ્યું હતું ટેંકર

પોલીસથી મળેલ જાણકારી અનુસાર, રાજસ્થાનના અલવરના રહેનાર રામપ્રીત અને કુલદીપ NHAIમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીનું ટેંકર ચલાવી રહ્યા હતા. બંને ડીઝલ ભરાવીને સાઇડમાં લાગેલ જેનસેટો સુધી પહોંચવા માટે ટેંકર લઇ જઇ રહ્યા હતા.

કટ દૂર હોવાના કારણે રામપ્રીત રોંગ સાઇડમાં ટેંકર લઇને જઇ રહ્યો હતો. ત્યારે જ સોહના તરફથી આવી રહેલી કાર અને ટેંકર વચ્ચે ટક્કર થઇ ગઇ. બંને વાહનોની સ્પીડ વધારે હોવાના કારણે ટક્કર થયા પછી ટેંકર પલટાઇ ગયું અને કાર પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. ટેંકરના બંને લોકોનું ઘટનાસ્થળે જ નિધન થયું.

પોલીસે જણાવ્યું કે, બંને મૃતકોના શવોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ માડીખેડામાં મોકલી આપવામાં આવ્યા છે. તેમના પરિવારને જાણકારી આપી દેવામાં આવી છે. કારમાં સવાર ઈજાગ્રસ્તો વિશે હજુ સુધી સંપૂર્ણ જાણકારી સામે આવી નથી. પોલીસની એક ટીમ ગુરુગ્રામ મોકલવામાં આવી છે.

કારમાં આગ પણ લાગી ચૂકી હતી. પણ પાછળથી બીજી કારમાં આવી રહેલા વિકાસના મિત્રોએ ત્રણેયને લગ્ઝરી કારમાંથી કાઢ્યા અને પોતાની કારમાં લઇ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. મેદાંતા હોસ્પિટલના ICUમાં ત્રણેયની સારવાર ચાલી રહી છે. કારમાં સવાર લોકોને તેમના સાથી મિત્રોએ બહાર કાઢ્યા અને તેની થોડી જ વારમાં કારમાં આગ લાગી ગઇ. NHAIના અધિકારીઓએ આગ હોમવા પાણીનું ટેંકર મગાવ્યું હતું. પણ ટેંકરના પહોંચવા પહેલા જ કરોડોની ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp