IPS ઓફિસરના ઘરે થઈ ચોરી, ચોરે બાઇકોમાંથી પેટ્રોલ કાઢી લીધું, ઘટના CCTVમાં કેદ

PC: aajtak.in

તમે ચોરીની ઘટનાઓ અવારનવાર સાંભળી જ હશે. એમાં પણ ચોર કિંમતી સામાનને છોડીને એક જ વસ્તુની ચોરી કરે એવું ક્યાંક જ સાંભળ્યું હશે. મધ્યપ્રદેશમાં પણ એવું જ કંઈક બન્યું છે. ચોર કિંમતી સામાનને છોડીને માત્ર પેટ્રોલની જ ચોરી કરે છે. પણ આ ચોરે કોઈ સામાન્ય વ્યક્તિના ઘરમાં નહી પણ એક IPS officer na ઘરમાં ચોરી કરી છે. તે જનાતો હોવ છતાં કે આ IPS officer નું ઘર છે. જાણો સમગ્ર ઘટના..

મધ્યપ્રદેશના સતનામાં એક ચોર CCTV કેમેરામાં કેદ થયો છે. જે એક વરિષ્ઠ પોલીસ અધિકારીના ઘરમાં ઘુસીને ચોરીને અંજામ આપતો હતો. વાસ્તવમાં, શહેરના રાજેન્દ્ર નગરની શેરી નંબર-3માં સ્થિત IPS અને SP મોરેના આશુતોષ બાગરીના ઘર છે. જ્યાં ચોર વરંડામાં પાર્ક કરેલી 4-5 બાઇકમાંથી પેટ્રોલની ચોરી કરી નાસી ગયો હતો. જણાવી દઈએ કે, આશુતોષ બાગરી હાલમાં મુરૈનાના એસપી છે અને તેમના ઘરમાં 4 ભાડુઆત રહે છે.

વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સવારે લગભગ 1.15 વાગ્યે ચોર દિવાલ કૂદીને ઘરના વરંડામાં ઘૂસ્યો હતો. તેના હાથમાં એક થેલો હતો, જેની અંદર ચાર-પાંચ ખાલી બોટલો હતી. તેણે ધીમે ધીમે એક પછી એક બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું અને ખૂબ જ સરળતાથી ભાગી ગયો. ઘરની બહાર એક મોટું બોર્ડ પણ છે, જેમાં લખ્યું છે આશુતોષ બાગરી, IPS. આ હોવા છતાં, બદમાશે ચોરીને અંજામ આપ્યો. આ ઘટના બાદ દરેક લોકો ચોંકી ગયા છે.

IPS બાગરીના સાળા કુલદીપ સિંહે સિટી કોતવાલી પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, માસ્ક પહેરેલા ચોર વિસ્તારના ઘણા ઘરોમાં ઘૂસીને વાહનોમાંથી માત્ર પેટ્રોલની ચોરી કરે છે. આ સિવાય તે અન્ય કોઈ કિંમતી ચીજવસ્તુઓને સ્પર્શ પણ કરતો નથી.

આ અંગે સીએસપી મહેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું કે, એક અજાણ્યો ચોર બાઇકમાંથી પેટ્રોલ કાઢતો CCTVમાં કેદ થયો છે. આ મામલાની તપાસ ચાલી રહી છે, ટૂંક સમયમાં જ આરોપીને પકડી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp