RPF જવાનની અંદર ભારોભર નફરત ભરેલી હતી, એ માનસિક રીતે બીમાર નહોતો: રેલવે પોલીસ

જયપુર મુંબઇ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં 31 જુલાઇએ RPF જવાન ચેતન સિંહે 4 લોકોની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં ગર્વમેન્ટ રેલવે પોલીસ (GRP)ના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ વેબસાઇટ ધ ક્વીન્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, GRPએ ચેતન સિંહને મુંબઈની બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચેતન સિંહ કોઈપણ પ્રકારની માનસિક બીમારીનો સામનો કરી રહ્યા નથી, તેમજ તેની કોઈ સારવાર પણ કરવામાં આવી નથી.
રેલવેના વરિષ્ઠ GRP અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી RPF અધિકારી વિરુદ્ધ IPCની વધારાની કલમોમાં 363 (અપહરણ), 341 (ખોટી રીતે અટકાવવા) અને 342 (ખોટી રીતે કેદ) નો સમાવેશ થાય છે.
31 જુલાઈએ જયપુર-મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સવાર ચાર લોકોની ગોળી મારીને હત્યા કર્યાના એક અઠવાડિયા પછી, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કોન્સ્ટેબલ ચેતન સિંહ પર IPCની ચાર વધારાની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં ધર્મના આધાર પર દુશ્મનીને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે.
GRPના એક વરિષ્ઠ અધિકારીએ ધ ક્વીન્ટને કહ્યુ હતું કે, આ ઘટના એક હેટ ક્રાઇમ હતી, મતલબ કે આરોપીમાં ધિક્કારની ભાવના હતી.આમાં IPCની કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) સહિત IPCની વધારાની કલમોનો સમાવેશ થાય છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મુસાફરો દ્વારા શૂટ કરાયેલા ઓછામાં ઓછા 15 વીડિયોને જોડીને આ કલમ ઉમેરવામાં આવી હતી.હતી જેને GRP દ્વારા સોમવારે સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનનો એક કથિત વિડિયો, કથિત રીતે ઘટનાની થોડી મિનિટો પછી શૂટ કરવામાં આવ્યો હતો, તે Online સામે આવ્યો હતો જેમાં RPF જવાન ચેતન સિંહ એવું કહી રહ્યો હતો કે, જો તમે ભારતમાં રહેતા માંગતા હો, માત્ર મોદી અને યોગીને જ વોટ આપજો.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ દરમિયાન, આરોપીના વકીલોએ દલીલ કરી હતી કે તેને એંગ્ઝાઇટીનો એટેક આવ્યો હતો અને ગુસ્સામાં તેણે આવું કર્યું હતું. સિંહના વકીલોએ દાવો કર્યો હતો કે તેમની માનસિક સ્થિતિ એક વર્ષથી વધુ સમયથી સ્થિર નથી અને તેમની સારવાર ચાલી રહી છે
ચેતનને ગુસ્સાની સમસ્યા હતી અને તે ભૂતકાળમાં પણ નાની નાની દલીલો પર તેને ગુસ્સો આવતો અને તેની કમાન ગુમાવી બેસતો હતો.પરંતુ તેણે ક્યારેય આ સ્તરનું કંઈ કર્યું ન હતું. કોઈએ વિચાર્યું ન હતું કે તે કોઈની હત્યા કરી શકે છે."કોર્ટે RPF અધિકારી ચેતન સિંહની પોલીસ કસ્ટડી 11 ઓગસ્ટ સુધી લંબાવી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp