પાર્ટી સિમ્બોલ અને શિવસેનાના નામ માટે થઈ 2000 કરોડની ડીલ: સંજય રાઉત

શિવસેનાનું ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ છીનવાઇ ગયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિંદે ગ્રુપ પર ઉદ્ધવ ગ્રુપના પ્રહાર ચાલી રહ્યા છે. આ રાજકીય દંગલમાં હવે સંજય રાઉતે પણ એન્ટ્રી કરી લીધી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન હાંસલ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની ભારે ભરકમ ડીલ થઈ છે. સંજય રાઉતે ટ્વીટ કરતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ (શિવસેના) હાંસલ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે.

આ શરૂઆતી આંકડો છે, પરંતુ 100 ટકા સાચો છે. દેશના ઇતિહાસમાં એવું ક્યારેય થયું નથી. જલદી જ તેની બાબતે ઘણા ખુલાસા થશે.  આ અગાઉ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેની સ્ક્રિપ્ટ પહેલાથી જ તૈયાર હારી. દેશ તાનાશાહી તરફ વધી રહ્યો છે. જ્યારે કહેવામાં આવ્યું હતું કે પરિણામ અમારા પક્ષમાં હશે, પરંતુ હવે એક ચમત્કાર થઈ ગયો. સંજય રાઉતે કહ્યું હતું કે ઉપરથી નીચે સુધી કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવ્યા છે. આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી કેમ કે જનતા આપણાં હાથમાં છે, પરંતુ અમે જનતાના દરબારમાં નવું ચિહ્ન લઈને લઈશું અને પછી શિવસેના ઊભી કરીને દેખાડીશું, આ લોકતંત્રની હત્યા છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 17 ફેબ્રુઆરીના રોજ શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન શિંદે ગ્રુપને સોંપી દીધું હતું. શિંદે ગ્રુપે ચૂંટણી પંચના નિર્ણયનું દિલ ખૂલીને સ્વાગત કર્યું હતું. તેમણે તેને લોકતંત્રની જીત કહી હતી, પરંતુ શિંદે ગ્રુપ વિરુદ્ધ ઉદ્ધવ ગ્રુપે ચૂંટણી પંચના નિર્ણયને પૂર્વ નિયોજીત બતાવ્યો હતો. તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમણે પહેલાથી જ અનુમાન હતું કે ચૂંટણી પંચ તરફથી આ પ્રકારનો નિર્ણય આવશે.

ચૂંટણી પંચના નિર્ણય પર અમિત શાહનું પણ નિવેદન આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાનું નામ અને નિશાનને લઈને કહ્યું હતું કે, ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. UPA કાળમાં દરેક મંત્રી પોતાના વડાપ્રધાન માનતા હતા અને વડાપ્રધાનને પણ વડાપ્રધાન માનતા નહોતા. UPAના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડ થયા. તેનાથી ભારતની છબી ઇન્ટરનેશનલ સ્તર પર ધૂળમાં મળી ગઈ. અસલી શિવસેના અને ચિહ્ન અમારા મિત્ર ગ્રુપને મળ્યું છે. આ લોકોએ મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માગ્યા અને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનાવવાની લાલચમાં કોંગ્રેસ-NCPના તળિયા ચાટ્યા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.