
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાવગતે જાતિવાદને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણા સમાજના વિભાજનનો જ ફાયદો બીજાઓએ ઉઠાવ્યો છે. તેનો ફાયદો ઉઠાવીને આપણા દેશમાં આક્રમણ થયા અને બહારથી આવેલા લોકોએ ફાયદો ઉઠાવ્યો. શું હિન્દુ સમાજ દેશમાં નષ્ટ થતો દેખાઇ રહ્યો છે? આ વાત તમને કોઇ બ્રાહ્મણ નહીં બતાવી શકે, તમારે સમજવું પડશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યે જવાબદારી હોય છે. જ્યારે કામ દરેક સમાજ માટે હોય છે તો કોઇ ઊચું-નીચું કે કોઇ અલગ કેવી રીતે થઇ ગયું.
તેમણે કહ્યું કે ભગવાને હંમેશાં કહ્યું છે મારા માટે બધા એક છે. તેમાં કોઇ જાતિ, વર્ણ નથી, પરંતુ પંડિતોએ શ્રેણી બનાવી, એ ખોટું હતું. દેશમાં વિવેક, ચેતના બધા એક છે. તેમાં કોઇ અંતર નથી. બસ મત અલગ-અલગ છે. ધર્મને બદલવાનો પ્રયત્ન ન કર્યો. બદલાતા તો ધર્મ છોડી દો. એમ બાબા સાહેબ આંબેડકરે કહ્યું. પરિસ્થિતિને કેવી રીતે બદલો એ બતાવ્યું છે. સંત રોહિદાસ, તુલસીદાસ, કબીર, સૂરદાસથી ઊંચા હતા એટલે સંત શિરોમણી હતા. સંત રોહિદાસ શાસ્ત્રાર્થમાં બ્રહ્મણોથી ભલે ન જીતી શક્યા, પરંતુ તેમણે લોકોના મન સ્પર્સી લીધા અને વિશ્વાસ આપ્યો કે ભગવાન છે.
પહેલા સત્ય, કરુણા, અંતર પવિત્ર, સતત પરિશ્રમ અને ચેષ્ટા એ 4 મંત્ર સંત રોહિદાસે સમાજને આપ્યા. સંત રોહિદાસે કહ્યું છે કે ધર્મ અનુસાર કર્મ કરો. આખા સમાજને જોડો, સમાજની ઉન્નતિ માટે કામ કરવું એ જ ધર્મ છે. માત્ર પોતાની બાબતે વિચારવું અને પેટ ભરવાનું જ માત્ર ધર્મ નથી. મોહન ભાગવતે કહ્યું કે, આ જ કારણ છે કે સંત રોહિ દાસના સમાજના મોટા મોટા લોકો તેમના ભક્ત બન્યા. આજની પરિસ્થિતિને ધ્યાન આપો. કોઇ પણ પરિસ્થિતિમાં ધર્મ ન છોડો. સંત રોહિદાસ સહિત જેટલા પણ બુદ્ધિજીવી થયા, એ બધાની કહેવાની રીત ગમે તેવી હોય, પરંતુ ઉદ્દેશ્ય હંમેશાં એક રહ્યું છે. ધર્મ સાથે જોડાયેલા રહ્યા. હિન્દુ અને મુસ્લિમ બધા એક જ છે.
તેમણે આગળ કહ્યું કે, કાશીનું મંદિર તૂટ્યા બાદ શિવાજી મહારાજે ઔરંગઝેબે પત્ર લખ્યો અને કહ્યું કે, હિન્દુ હોય કે મુસ્લિમ, આપણે બધા ઇશ્વરના જ બાળકો છીએ. જો તે તમને અમાન્ય હશે તો ઉત્તરમાં તમારી સાથે યુદ્ધ કરવા માટે આવવું પડશે. સમાજ અને ધર્મને દ્વેષની નજરે ન જુઓ. ગુણી બનો, ધર્મનું પાલન કરો. સમાજમાં આજે જે બેરોજગારી વધી રહી છે, તેમાં પણ કામને લઇને નાનું-મોટું સમજવાનું પણ એક મોટું કારણ છે. સંત રોહિદાસે કહ્યું કે સતત પ્રયત્ન કરતા રહો. સમાજ જરૂર બદલશે. લોકોના વિચાર બડશે. આજે દુનિયામાં ભારતને સન્માનથી જોવામાં આવે છે. તેનું કારણ જ સમાજ સાથે લઇને ચાલવાનું હશે. એ સંત રોહિદાસે બતાવ્યું છે.
તેમણે આગળ કહ્યું કે દુનિયામાં પ્રતિષ્ઠા. બળ, ભવિષ્યમાં કોઇ સંભાવના.. આ બધામાં આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ આ બધુ સંભવ થવા માટે આજકાલ રોડમેપ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ રોડમેપ મૂળથી લઇને શિખર સુધી સર્વાંગીણ વિચાર કરતા કોઇએ સામે રાખ્યો તો તે છે સંત રવિદાસ મહારાજ. તેઓ સંત શિરોમણી છે. એ માત્ર અમે કહેતા નથી. તેમના સમકાલીન સંતોએ જે વર્ણન કર્યું છે. તેમણે સંત રોહિદાસને સંત શિરોમણી કહ્યા. તેમના કર્યો અને તેમના પરિણામોને જોઇને કહ્યું છે.
ભાગવતે કહ્યું કે, આ બધુ સંત રોહિદાસે બોલીને અને જીવીને દેખાડ્યું. એ શીખ આપી. એ પરંપરા અમને આપી. એટલું મોટું કામ 647 વર્ષ પહેલા સંત રોહિદાસે કરીને દેખાડ્યું. તેમનું નામ લેતા જ તેમનું કામ આગળ લઇને જનારા મહાત્મા ફુલે અને આંબેડકરનું નામ યાદ આવે છે. સંત રોહિદાસે જે કામ પોતાના જીવનમાં કર્યું તે સમાજમાં સમાનતા અને સમરસતા બનાવવાનું છે. એ આપણાં ભારત દેશ, આપણાં હિન્દુ ધર્મ મુજબ ચાલીને મોટા બન્યા અને તેઓ દુનિયાનું કલ્યાણ કરે. આજે આપણી એવી સ્થિતિ છે કે આપણે એવું કંઇક કરી શકીએ છે એવું સપનું આપણે જોઇ શકીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp