સ્વતંત્રતા સંગ્રામમાં RSSનું કોઈ યોગદાન નથી:CM નીતિશ કુમારે સંઘ પર પ્રહારો કર્યા

PC: hindi.newsroompost.com

બિહારના CM નીતિશ કુમારે એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને PM મોદી પર જોરદાર નિશાન સાધ્યું. CM નીતિશ કુમારે કહ્યું કે, RSSને સ્વતંત્રતા સંગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી. આ સાથે PM નરેન્દ્ર મોદીને નવા દેશના નવા પિતા બનાવવા પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા.

CM નીતીશ કુમારે કહ્યું, 'તેમને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી. શું RSSનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ યોગદાન હતું? અમારા પિતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં હતા, અમે તેમની પાસેથી સ્વતંત્રતા સંગ્રામની દરેક વાત જાણી હતી. બાપુના યોગદાનને તો આપણે ક્યારેય ભૂલી ન શકીએ. 'નવા રાષ્ટ્રપિતા' વિશે અમને સાંભળવા મળ્યું છે, ન્યૂઝ પેપરોમાં વાંચ્યું છે. બતાવો 'નવા ભારત'ના 'નવા પિતા' એ દેશ માટે શું કર્યું?, બતાવો, ભારત ક્યાં આગળ વધ્યું છે. એટલું જ ને કે, નવી ટેક્નૉલૉજી આવી, પરંતુ તેનો પણ તેઓએ બળપૂર્વક ઉપયોગ કર્યો.'

આ પહેલા રાહુલ ગાંધીની PM પદની ઉમેદવારી અંગે CM નીતિશ કુમારે કહ્યું હતું કે, વિપક્ષ વતી અમને રાહુલ ગાંધીના PM તરીકેના ચહેરાથી કોઈ સમસ્યા નથી. આ માટે વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે વાત કરશે અને તેમને એક કરવાની જરૂર છે. અમને કોઈ સમસ્યા નથી. બેઠક કરીને ચર્ચા કરીશું. CM નીતિશ કુમારે કહ્યું કે, પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવું દરેકનું પોતાનું કામ છે. અમને પાર્ટીના કામથી કોઈ મતલબ નથી. જેવા આ લોકો તેમના કામમાંથી મુક્ત થઈ જશે. ત્યાર પછી ફરીથી બેઠક બોલાવીશું.

CM નીતિશ કુમારે કહ્યું કે, અમે બેઠકમાં એકબીજા સાથે વાત કરીશું અને ભવિષ્ય અંગે નિર્ણય કરીશું. તેના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અત્યારે પોતપોતાના કાર્યક્રમ ચાલે છે. CM  નીતીશ કુમારે કહ્યું કે, તેમને રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર બનાવે તેમાં કોઈ વાંધો નથી. જો કે, તેમણે ફરી વખત કહ્યું કે, તેઓ દાવેદાર નથી.

અહીં તમને જણાવી દઈએ કે, પૂર્વ સાંસદ CM અને કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું હતું કે, રાહુલ ગાંધી 2024ની ચૂંટણીમાં વિપક્ષ તરફથી PM પદના સંયુક્ત ઉમેદવાર હશે. ભારત જોડો યાત્રા માટે કમલનાથે ખુલ્લેઆમ રાહુલ ગાંધીના વખાણ કર્યા અને કહ્યું, તેઓ સત્તા માટે નહીં, પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે. જ્યાં સુધી 2024ની લોકસભા ચૂંટણીનો સવાલ છે, રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ PM પદના ઉમેદવાર પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp