26th January selfie contest

નફ્ફટો એડમિશનના બદલે મહિલાઓની આબરુ માગી રહ્યા છે

PC: bhaskar.com

હરિયાણાના સોનીપતમાં રાઇટ ટૂ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોનું એડમિશન કરાવવા માટે ખંડ શિક્ષા અધિકારી (BEO) ઓફિસમાં આવનારી મહિલાઓ પાસે ક્લાર્ક નવીનની સોદાબાજી નવી નથી. ગત વર્ષે પણ એડમિશન સમયે તેણે આવુ જ કર્યું હતું. હવે બીજી એક મહિલા પણ સામે આવી છે, જેની આબરુ પર પણ આ કર્મચારી નજર બગાડી રહ્યો છે.

તેને શનિવારે (રજાના દિવસે) ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું જોકે, મહિલા ઘરમાં બાળકો સાથે એકલી રહેતી હોવાનું બહાનું બનાવીને તેણે ટાળી દીધુ. આ મહિલાએ હવે કેમેરાની સામે આવીને કહ્યું છે કે, બાળકના એડમિશન માટે તેની પાસે રૂપિયાની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે કહેવામાં આવ્યું. જોકે, મહિલાએ પોલીસમાં કોઈ ફરિયાદ ના કરી. પોતાના બાળકનું એડમિશન પણ બીજા કર્મચારીના માધ્યમથી કરાવી લીધુ હતું. આ બીજી પીડિત મહિલા સાથે આ બધુ ગત વર્ષે થયુ.

સામે આવેલી બીજી પીડિત મહિલાએ કહ્યું કે, તે ડરી ગઈ હતી. હવે એક મહિલાએ કર્મચારી વિરુદ્ધ FIR દાખલ કરાવી તો તેને પણ લાગ્યું કે સામે આવવુ જોઈએ. બીજી તરફ કર્મચારી નવીનને સસ્પેન્ડ કરવાના આદેશ શિક્ષા મંત્રી કંવરપાલ ગુર્જરે આપ્યો છે. શિક્ષા મંત્રીએ DEO સાથે વાત કરી સમગ્ર મામલાની જાણકારી લીધી. કહ્યું કે, સરકારી યોજનાઓમાં આવો ખેલ કોઈને કરવા નહીં દઇશું. સાથે જ બાળકોના પ્રાઇવેટ સ્કૂલોમાં થયેલા એડમિશનમાં ગડબડ અથવા લેવડ-દેવડની તપાસ થશે.

દરમિયાન જાણકારી મળી છે કે, ખંડ શિક્ષા અધિકારી ઓફિસમાં RTE સાથે સંકળાયેલી મહત્ત્વની જવાબદારી સંભાળી રહેલો નવીન અહીં ડેપૂટેશન પર છે. તેની નિયુક્તિ રાજકીય સ્કૂલમાં કોન્ટ્રાક્ટ હેઠળ લેબ સહાયકના પદ પર થઈ હતી. તેણે ઓળખાણથી BEO ઓફિસમાં એન્ટ્રી લઈ લીધી અને RTE માં એડમિશનનું કામ સંભાળી લીધુ. DEOએ હવે તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા એડમિશનના લિસ્ટની તપાસની વાત કહી છે. હવે જોવુ એ રહેશે કે ક્યાંક નવીને ગડબડ કરી બાળકોનું એડમિશન તો નથી કરાવ્યું ને. કારણ કે, RTE માં એડમિશનની બધી જ જવાબદારી નવીન પર જ હતી.

 

તેણે કહ્યું કે, અહીં આવી જા. પછી મેં તેમને ના પાડી દીધી કે હું ના આવી શકું. મારા નાના બાળકો છે, ઘરમાં કોઈ નથી. તો કહે કે BEO ઓફિસમાં આવી જા શનિવારે, જ્યારે રજા હતી. મેં પૂછ્યું કે શું કરીશ. તો બોલ્યા કે આવી જા, ઠંડુ પીશું. મેં તેમને આવવાની ના પાડી દીધી. બીજી પીડિત મહિલાએ કહ્યું કે, કર્મચારીએ તેની પાસે પણ પૈસા માંગ્યા અને મતલબ કે ઉલ્ટુ બોલી રહ્યા હતા કે મારી સાથે સંબંધ બનાવવા માટે. હું તારી દીકરીનું કરાવી દઇશ. તેને આ બધુ  BEO ઓફિસમાં કામ કરતા નવીને કહ્યું.

સોનીપતના BEO મંજૂએ કહ્યું કે, કર્મચારીની હરકત શરમજનક છે. વિભાગ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. પ્રાઇવેટ સ્કૂલોમાં પહેલા રાઉન્ડમાં થયેલા એડમિશનને લઇને રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કેટલા બાળકો એડમિશન વિના રહ્યા, તેમનું એડમિશન શા માટે ના થયુ, તેની તપાસ કરવામાં આવશે.

સોનીપતમાં આવો એક બીજો મામલો સામે આવ્યો હતો. શિક્ષા વિભાગનો એક કર્મચારીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દીકરીનું પ્રાઇવેટ સ્કૂલમાં એડમીશન કરાવવા માટે વિનંતી કરી રહેલી મહિલા સાથે થોડા કલાક વિતાવવાની માગણી કરી હતી અને સાથે જ તેણે 30 હજાર રૂપિયા રિશ્વત પણ માગી હતી મહિલાએ મોબાઇલ પર આ વાતચીતને રેકોર્ડ કરી લીધી હતી. મહિલાએ કહ્યું કે, તેની પાસે તેને આપવા માટે આટલા રૂપિયા નથી, તો નફ્ફટ કર્મચારીએ કહ્યું કે તો પછી તેને દર મહિને એકવાર અમુક કલાક માટે તેની પાસે આવવું પડશે.

એક દિવસ પહેલા જ ખંડ શિક્ષા અધિકારી ઓફિસમાં ક્લાર્ક નવીન વિરુદ્ધ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. તેણે એક મહિલા પાસે તેની દીકરીનું RTE અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન કરાવવા માટે 30 હજાર રૂપિયા માંગ્યા હતા અને કહ્યું હતું કે, તેણે થોડાં કલાક માટે તેની સાથે રૂમ પર જવુ પડશે. મહિલાએ કહ્યું કે, તેની પાસે એટલા પૈસા નથી તો કહ્યું કે તો તેણે દર મહિને એક દિવસ 4-5 કલાક માટે બહાર જવુ પડશે. બંને વચ્ચે થયેલી વાતચીતને રેકોર્ડ કરી પોલીસને આપી દીધી. તેમાં કર્મચારી નવીન ડાયરેક્ટ દીકરીનું એડમિશન કરાવવાના નામ પર મહિલાનો સોદો કરી રહ્યો છે. પોલીસે હવે ખંડ શિક્ષા અધિકારી ઓફિસના કર્મચારી નવીન વિરુદ્ધ ધારા 354A અંતર્ગત કેસ દાખલ કરાવી દીધો છે.

સોનીપતમાં મીડિયાની સામે આવેલી એક બીજી મહિલાએ કહ્યું કે, તેણે ગત વર્ષે પોતાના બાળકના એડમિશન માટે RTEનું ફોર્મ ભર્યું હતું. હું નવીન પાસે આવી હતી. નવીને મને ખરીખોટી સંભળાવી હતી અને મારી દીકરીનું એડમિશન કરી રહ્યો ન હતો. પછી મેં બીજા કર્મચારી સાથે વાત કરી હતી. તેમણે એડમિશન કરાવ્યું હતું. નવીને મને બહાર બોલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp