RTIનો જવાબ 74,500 પાનામાં, દોઢ લાખ ઝેરોક્ષના, તંત્રએ કહ્યું, ઓફિસમાંથી કોથળા...

PC: thelallantop.com

RTIના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે RTIના જવાબમાં 74,500 પાના થયા હોય અને તેને કોથળાં ભરવા પડ્યા હોય. એક એવી વાત બની છે કે જેને કારણે RTI એક્ટિવીસ્ટ અને તંત્ર વચ્ચે મતભેદ ઉભા થયા છે.

એક એક્ટિવિસ્ટ RTI ફાઇલ કરે છે. તેણે જે માહિતી માંગી હતી તે કદાચ ઘણી વધારે હતી. એટલા માટે તેને ફોટોકોપીના પૈસા પોતે જ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. કુલ 74,500 પાનાના દસ્તાવેજો હતા. જેથી ફોટોકોપીનો કુલ ખર્ચ દોઢ લાખ જેટલો થયો હતો. એક્ટિવિસ્ટને માહિતીની જરૂર હતી. તેથી તેણે પૈસા મોકલી પણ આપ્યા હતા. હવે વારો હતો દસ્તાવેજ મોકલવાનો. અને અહીં જ વાત વણસી ગઇ. તંત્રએ કહ્યું કે RTIનો જવાબ કોથળામાં ભરીને ઓફિસમાં રાખવામાં આવ્યો છે, આવો અને લઈ જાઓ. આના પર RTI એક્ટિવિસ્ટનારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે કાં તો RTIનો જવાબ પોસ્ટ દ્વારા મોકલો અથવા તો  ઝેરોક્ષ માટે મારી પાસેથી લીધેલા પૈસા પરત કરો.

RTI સંબંધિત આવો અનોખો કિસ્સો ઝારખંડમાંથી સામે આવ્યો છે. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ રામગઢના બિનુ કુમાર મહતો દ્વારા RTI દાખલ કરવામાં આવી હતી. જેના માટે તેની પાસેથી દોઢ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. જે બાદ તેમને કહેવામાં આવ્યું કે ગોલા બ્લોક ઓફિસમાં દસ્તાવેજ રાખવામાં આવ્યા છે, ત્યાં જઈને લઈ આવો. બિનુએ આ વાતનો ઈન્કાર કર્યો અને કહ્યું કે દસ્તાવેજોને પોસ્ટ દ્રારા મોકલો અથવા મારી પાસે લીધેલા ઝેરોક્ષના પૈસા પરત કરવામાં આવે.

6 મેના રોજ, ગોલા બ્લોકના રાયપુરા ગામના 32 વર્ષના RTI એક્ટિવિસ્ટે6 મેના રોજ,  જાહેર માહિતી અધિકારી/BDO પાસે RTI દાખલ કરી જેમાં ગોલા બ્લોકમાં 2020-2023 વચ્ચે 14મા અને 15મા નાણાપંચ હેઠળના ભંડોળ ક્યાં ખર્ચવામાં આવ્યા તેની વિગતવાર માહિતી માંગવામાં આવી હતી.

ગોવા બ્લોકનવા બ્લોક ડેવલપમેન્ટ ઓફીસર (BDO)એ જણાવ્યું કે, બિનુ કુમારને પહેલા અલગ-અલગ પંચાયત સચિવાલય જવા માટે કહ્યું હતું. પરંતુ તેણે આવું કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એ પછી બ્લોક ઓફીસે માહિત્રી ભેગી કરીને 74,500 પાનામાં 5 કોથળામાં ભેગી કરીને રાખી હતી. જે લઇ જવા માટે તેને બ્લોક ઓફિસ આવવા કહ્યું હતું, પરંતુ તેણે  એ લઇ જવાનો પણ ઇન્કાર કર્યો છે.

RTI એક્ટિવિસ્ટ મહતોનું કહેવું છે કે, RTI એક્ટ, 2005ની જોગવાઈઓ હેઠળ, RTIનો જવાબ પોસ્ટ દ્વારા જાહેર માહિતી અધિકારીs મોકલવો આવશ્યક છે.

આ મામલે રામગઢના ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનરનું કહેવું છે કે તેઓ આ મામલાને જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp