પ્રેમમાં રૂબીના બની રક્ષા, મંદિરમાં કર્યા લગ્ન, પતિ સાથે ભગવાન શિવની આરતી ઉતારી

PC: punjabkesari.in

મધ્ય પ્રદેશમાં એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથેના પ્રેમમાં સનાતન ધર્મ અપનાવી લીધો છે અને તેણે પોતાનું નામ સબિનાને બદલે રક્ષા કરી લીધું છે. આ યુવતી અને તેના પ્રેમીએ મંદિરમાં લગ્ન કરી લીધા છે અને ભગવાન શિવની સજોડે આરતી ઉતારી છે. લોકો યુવતીની ભક્તિની પ્રસંશા કરી રહ્યા છે.

મધ્ય પ્રદજેશના ખંડવામાં રૂબીના નામની યુવતીએ સનાતન ધર્મ અપનાવ્યો છે. મહિલા હવે રૂબીનામાંથી રક્ષા બની ગઈ છે. રક્ષાના લગ્ન બુરહાનપુરના પ્રતિક સોલંકી સાથે શ્રાવણ મહિનામાં થયા હતા અને મહાદેવગઢમાં શ્રાવણના બીજા સોમવારે નવયુગલે ભોલેનાથની આરતી પણ કરી હતી. બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા.રક્ષાએ સનાતન પ્રત્યેના લગાવના કારણે આ પગલું ભર્યું હોવાનું કહ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ પ્રતિક સોલંકી અને રૂબિના બંને એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા અને પસંદ કરતા હતા. આખરે બંને જણાએ લગ્નગ્રંથિથી જોડાવવાનું નક્કી કર્યું હતું. પ્રતિક અને રૂબિનાએ મંદિરમાં ફેરા ફરી લીધા અને એ પછી ભગવાન શિવની આરતી પણ કરી. ખંડવાના પ્રસિધ્ધ મહાદેવના મંદિરના સંરક્ષક અશોક પાલીવાલે કહ્યું કે રૂબિનાનું પહેલેથી સનાતન ધર્મમાં મન હતું અને તેની રૂચી હતી. એટલે તેણીએ સનાતન ધર્મ અપનાવી લીધો છે. હિંદુ ધર્મમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. તે બાગેશ્વર બાબાને મળવા નોઈડા પણ ગઈ હતી. તેણે કહ્યું છે કે મારો જન્મ સનાતનમાં આવવા માટે થયો છે.

સનાતમ ધર્મ અપનાવ્યા બાદ રૂબીનાએ પ્રતિક સાથે લગ્નની તૈયારી શરૂ કરી હતી. આ પછી બંનેએ મંદિરમાં ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન દરમિયાન પ્રતિકના પરિવારના સભ્યો મંદિરમાં હાજર રહ્યા હતા. આ સાથે શહેરના સામાજિક કાર્યકરો પણ ત્યાં હાજર રહ્યા હતા. લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો સાક્ષી બન્યા હતા.

રૂબીના હવે રક્ષા બની ગઈ છે. હાલમાં ભગવાન ભોલેનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રક્ષા પણ પતિની સાથે ભગવાન ભોલેની પૂજામાં મગ્ન છે. તે દર સોમવારે પોતાના પતિ સાથે ખંડવાના મહાદેવગઢ મંદિરે જાય છે. અહીં ભગવાનની આરતી કરવામાં આવે છે. ભક્તોને તિલક અને ચંદન પણ લગાવે છે. મંદિરમાં તેમની ભક્તિ જોવા જેવી હોય છે.

રક્ષાએ કહ્યું કે મને બાળપણથી જ સનાતન ધર્મ પ્રત્યે લગાવ હતો.  અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, હવે અમે લગ્ન કરી લીધા છે. મને અહીં માન મળે છે. હિંદુ ધર્મના તમામ તહેવારો મને ગમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp