રૂબીના બની રૂબી! મુસ્લિમ યુવતીએ મંદિરમાં હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા

'ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ, તો દેખે કેવલ મન...' જી હા, આવી જ એક સત્ય ઘટના UPના બહરાઈચ જિલ્લામાં સામે આવી છે. જ્યાં પ્રેમના રિવાજો સામે બે ધર્મની દીવાલો તૂટી ગઈ અને રૂબીના બેગમ, રૂબી અવસ્થી બનીને મંદિરમાં પોતાના પ્રેમીના નામનું સિંદૂર ભરીને તેની જીવનસાથી બની ગઈ. આ મામલો બહરાઈચ જિલ્લાના કોતવાલી દેહાત વિસ્તારનો છે. જ્યાં શિવપુરા ગામની રહેવાસી રૂબીના બેગમ હવે રૂબી અવસ્થી બની ગઈ છે. હિંદુ રીતિ-રિવાજ મુજબ રૂબીનાએ તેના ગામના શેષ કુમાર અવસ્થી નામના પ્રેમી સાથે મંદિરમાં પોતાના સેંથામાં સિંદૂર ભરીને લગ્ન કર્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, બંનેના લગ્નથી છોકરા પક્ષના લોકો ખૂબ જ ખુશ છે. જ્યારે યુવતી પક્ષે નારાજ છે. જો કે, પોલીસની સુરક્ષામાં બંનેએ 6 જૂને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. શેષ અને રૂબીનાએ પોલીસની સુરક્ષામાં લગ્ન કર્યા. ત્યાર પછી બંને મંદિરમાં ગયા અને પૂજા કરી. 15 દિવસ પહેલા બંને લગ્ન કરવા ગામથી ભાગી ગયા હતા. અહીં તમને જણાવી દઈએ કે, રૂબી અને શેષ બંને શિવપુરા ગામના રહેવાસી છે. બંનેની મુલાકાત લગભગ 2 વર્ષ પહેલા થઈ હતી. રૂબીની ઉંમર 18 વર્ષની છે અને તે બેચલરની વિદ્યાર્થીની છે. જ્યારે શેષ 21 વર્ષનો છે અને ખાનગી નોકરી કરે છે. લગભગ 15 દિવસ પહેલા બંને ગામથી ભાગીને લગ્ન કરવા મુંબઈ ગયા હતા.

યુવતીના પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે લોકોએ શેષ વિરુદ્ધ તેમની પુત્રીનું અપહરણ કરવાનો કેસ નોંધ્યો હતો. પરિવારે કહ્યું કે, તેમની પુત્રી સગીર છે અને શેષ તેને લાલચ આપીને લઈ ગયો છે. ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ જોઈને પોલીસે બંનેને મુંબઈથી ઝડપી લીધા હતા. ત્યાર પછી યુવતીને વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી હતી. છોકરાને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. રૂબીના કહે છે કે તે આગળની આખી જિંદગી શેષની સાથે હિન્દુ બનીને જ રહેશે.

3 જૂને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં યુવતીના 164 હેઠળ નિવેદન લેવામાં આવ્યા હતા. સાથે જ છોકરાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું, જેમાં બંનેનું અફેર હોવાનું બહાર આવ્યું હતું. બંનેએ કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ લગ્ન કરવા માગે છે. જ્યારે, છોકરીએ તેની માર્કશીટ પણ બતાવી, જે સાબિત કરે છે કે તે પુખ્ત છે. ત્યાર પછી, કોર્ટે બંનેને પોતાની મરજીથી લગ્ન કરવાની મંજૂરી આપી હતી. 6 જૂને વકીલ દિનેશ જયસ્વાલે રૂબીનાને હિંદુ બનવા માટે કાગળો તૈયાર કરાવ્યા હતા. ત્યાર પછી બંનેએ પોલીસ પ્રોટેક્શનમાં લગ્ન કર્યા હતા. રૂબીનામાંથી રૂબી અવસ્થી બનેલી મુસ્લિમ છોકરીના સસરા કન્હૈયા લાલ અવસ્થી કહે છે કે 'અમને ધર્મથી કોઈ ફરક નથી પડતો, છોકરીની કોઈ જાતિ હોતી નથી, જે છોકરી રૂબીનામાંથી રૂબી અવસ્થી બની હતી તે હવે અમારી વહુ છે.'

બંનેના લગ્ન પછી છોકરાના પિતાનું કહેવું છે કે, 'તેઓ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. તેના પરિવારે રૂબીને દિલથી અપનાવી લીધી છે. તે કયા ધર્મની છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. અમારા માટે તે હવે અમારા ઘરની વહુ છે. મારા આશીર્વાદ બંને સાથે છે. બંને હંમેશા સાથે રહે, ખુશ રહે.'

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.