આ નફરતની આગ ક્યારે બુઝાશે? નૂહ પછી હવે પાણીપતમાં તિરંગા યાત્રામાં બબાલ

PC: aajtak.in

હરિયાણાના નૂહમાં હિંસાની આગના પઘડમ હજુ તો શાંત પડ્યા નથી ત્યાં પાણીપતમાં પણ 15 ઓગસ્ટના દિવસે નિકળેલી તિરંગા યાત્રામાં બબાલ થઇ હતી અને માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હરિયાણાના પાણીપતમાં 15મી ઓગસ્ટે માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તિરંગા યાત્રા દરમિયાન કેટલાક યુવકોએ મસ્જિદની બહાર હંગામો મચાવ્યો હતો.આ દરમિયાન તેઓએ ધાર્મિક નારા પણ લગાવ્યા હતા અને ડીજે વગાડ્યું હતું.આરોપ છે કે કેટલાક યુવકો લાઠી-દંડા સાથે મસ્જિદની અંદર ઘૂસી ગયા હતા.

મસ્જિદની બહાર હંગામો કરવાનો આરોપ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ પર લગાવવામાં આવ્યો છે. જે મંદિરની બહાર હંગામો થયો છે ત્યાંના ઇમામે  DGPને પત્ર લખીને હિંદુ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જે પછી પોલીસ પણ હરકતમાં આવી છે.

મસ્જિદના ઇમામે કહ્યુ કે તિરંગો તૈયબ સુરૈયાએ બનાવ્યો હતો.આ તિરંગા પર અમારો પણ બરાબરનો હક છે. તેમણે કહ્યું કે સવારે 6 વાગ્યે મસ્જિદ પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.અમે અમારા માથા પર પણ તિરંગો બાંધવા માટે તૈયાર છે.

મસ્જિદના ઇમામની ફરિયાદ પર DCPએ કહ્યું છે કે અમે કોઇ પણ સંજોગોમાં માહોલને બગડવા દઇશું નહીં. , પોલીસ તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મસ્જિદની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

હરિયાણાના મેવાત-નુહમાં 31મી જુલાઈએ બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. થોડા જ સમયમાં તે બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગઇ હતી.. સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. એ પછી હિંસાની આગ નૂહથી ફરિદાબાદ-ગુરગ્રામ સુધી ફેલાઇ ગઇ હતી. નૂહ હિંસમાં 2 હોમગાર્ડસ સહિત 6 લોકોના મોત થયા હતા. પોલીસે ઇન્ટરનેટ બંધ કરીને નૂહમાં કર્ફ્યૂ લગાવી દીધો હતો.

દેશમાં છેલ્લાં કેટલાંક સમયથી નફરતની રિતસરની આગ ફેલાઇ રહી છે. કોઇ પણ ધર્મનો પક્ષ લીધા વગર આ નફરતને રોકવાની જરૂર છે, નહીં તો અનેક નિદોર્ષ લોકોનો વગર કારણે મોત થતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp