અંગ્રેજી બુકની બબાલ, 7 વર્ષનો છોકરો માતા-પિતાને ‘અબ્બૂ- અમ્મી’ કહેવા માંડ્યો

PC: etvbharat.com

કોઇ બાળક ઘરમાં મમ્મી- પપ્પા બોલતા બોલતા મોટો થયો હોય અને અચાનક એક દિવસ મમ્મી-પપ્પાને અમ્મી- અબ્બૂ કહેવા માંડે તો પરિવારની કેવી હાલત થાય. 2જા ધોરણનો વિદ્યાર્થી અંગ્રેજીના એક પુસ્તકમાંથી  આવું શિખ્યો હતો.

દહેરાદૂનમાં એક 7 વર્ષનો બાળક તેના માતા-પિતાને અચાનક ‘અમ્મી’ અને ‘અબ્બૂ’ કહેવા માંડ્યો એ વાતથી માતા પિતા ચોંકી ઉઠ્યા હતા. પિતાએ હવે અંગ્રેજી પુસ્તકમાંથ આ શબ્દો હટાવવાની માંગ કરી છે. વાત DM સુધી પહોંચી છે.

દેશમાં National Council of Educational Research and Training ( NCERT)ના ઇતિહાસના પુસ્તકમાં મોઘલોનો ઇતિહાસ કથિત રીતે હટાવવા પર છેડાયેલી ચર્ચા વચ્ચે હવે દહેરાદૂનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ધોરણ-2ના એક વિદ્યાર્થીના માતા-પિતા ત્યારે ચોંકી ઉઠ્યા હતા કે તેમનો 7 વર્ષનો પુત્ર અચાનક મમ્મી-પપ્પાને બદલે અમ્મી- અબ્બૂ કહેવા માંડ્યો હતો.બાળકના પિતાએ કહ્યુ કે, તેમનો પુત્ર શાળાના એક પુસ્તકના ચેપ્ટરમાં આ શબ્દો શિખ્યા પછી અમ્મી- અબ્બૂ કહેવા માંડ્યો હતો.

ઓરિએન્ટ બ્લેક સ્વાન, હૈદ્રાબાદ તરફથી પબ્લિશ થયેલી ગુલ મહરોના પહેલા ચેપ્ટરમાં માતા –પિતા માટે અમ્મી- અબ્બૂ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. બાળકના પિતાએ કહ્યું કે હિંદીના પુસ્તકમાં માતા-પિતા અને ઉર્દૂના પુસ્તકમાં અમ્મી- અબ્બૂ શબ્દનો ઉપયોગ થવો જોઇએ પરંતુ એક અંગ્રેજીના પુસ્તકમાં આવા શબ્દોનો ઉપયોગ અયોગ્ય છે. આ પુસ્તક માત્ર દહેરાદૂન જ નહી, પરંતુ દેશભરની બધી ICSE શાળાઓમાં ભણાવવામાં આવે છે.

બાળકના પિતાએ કહ્યુ કે આવી ખોટી પ્રથાને તાત્કાલિક રોકવામાં આવે. આ એક ગંભીર બાબત છે અને અમારી આસ્થા અને ધાર્મિક વિશ્વાસ પર ગંભીર હુમલો છે. બાળકના પિતા મિત્તલ એક ખેડુત છે. તેમણે DMને રજૂઆત કરીને આવી ધર્મ વિરોધી ગતિવિધીઓને રોકવાની અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે દહેરાદુનમાં આ પુસ્તક પર પ્રતિબંધની પણ માંગ કરી છે.

દહેરાદુનના જિલ્લાધિકારી સોનિકા સંભાલીએ ફરિયાદને ધ્યાન પર લઇને શિક્ષણાધિકારીને આ મામલે તપાસ કરવાની સુચના આપી છે.મીડિયા રિપોર્ટસ મુજબ, આ બાબતે શાળાના આચાર્ય નિશા શર્માનું કહેવું છે કે, આ પુસ્તક છેલ્લાં 2 વર્ષથી સ્કુલમાં ભણાવવમાં આવી રહ્યું છે,પહેલી વાર કોઇ વિદ્યાર્થીના પેરન્ટે આ વિશે વાંધો ઉઠાવ્યો છે. નિશા શર્માએ કહ્યું કે, ICSEના curriculum મુજબ જ શાળામાં આ પુસ્તક ભણાવવામાં આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp