રમી એ કૌશલ્યની રમત છે, અમે દિવાળી પર રમીએ છીએ, પ્રતિબંધ યોગ્ય નથી: સિંઘવીની દલીલ

PC: indianexpress.com

ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન અને ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડે મદ્રાસ હાઈકોર્ટમાં તમિલનાડુ સરકારના કાયદાને પડકાર્યો છે, જેના દ્વારા ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ T. રાજા અને જસ્ટિસ ભરત ચક્રવર્તીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ઓનલાઈન રમી કંપની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, તમિલનાડુ સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે. તેણે દલીલ કરી હતી કે રમી એ કૌશલ્યની રમત છે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, કોઈપણ રમત 100% કૌશલ્યની રમત નથી. બ્રિજની રમતમાં પણ, તમને કયું કાર્ડ મળે છે તે તકની બાબત છે. સિંઘવીએ કહ્યું કે, રમી એ કૌશલ્યની રમત છે અને રાજ્ય સરકાર આવી રમત પર કાયદો બનાવવા માટે સક્ષમ નથી. સિંઘવીની અરજી પર કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ T. રાજાએ કહ્યું કે, આવી ગેમિંગની લતને કારણે ઘણા લોકોના મોત થયા છે અને ઘણા પરિવારો બરબાદ થઇ ગયા છે. તો પછી રાજ્ય સરકાર કાયદો બનાવે તો ખોટું શું છે?

જેના પર સિંઘવીએ જવાબ આપ્યો કે, રમીને દરેક ખરાબી માટે દોષી ઠેરવવામાં આવે છે. સમાજમાં અન્ય દુષ્કૃત્યો છે, ઉદાહરણ તરીકે, દારૂ અને લોટરી, પરંતુ કોઈ સરકાર તેના પર પ્રતિબંધ નથી કરતી. તેમણે દલીલ કરી હતી કે, પૂર્વોત્તર ભારતમાં અમે દિવાળીની પાર્ટીમાં પણ રમી જેવી રમત રમીએ છીએ. તેના પર કાર્યકારી ચીફ જસ્ટિસે કહ્યું, પરંતુ અમે અહીં રમી નથી રમતા, કારણ કે અમને તેની આડ અસરની ખબર છે.

ACJ T. રાજાએ વધુમાં જણાવ્યું હતું કે, 'ડૉ. સિંઘવી, તમને જાણીને નવાઈ લાગશે, મારું ગામ મદુરાઈથી માત્ર 20 Km દૂર છે. ત્યાં કોઈ ધૂમ્રપાન કે દારૂ પીતું નથી. તમાકુનું વેચાણ પણ થતું નથી. ગાંધી મ્યુઝિયમે અમારા ગામને મોડેલ ગામ તરીકે દત્તક લીધું છે. આના પર સિંઘવીએ આગળ કહ્યું, 'અહીં અમે ડેટા વિશે વાત કરી રહ્યા છીએ… દારૂ અને લોટરીને કારણે સ્વાસ્થ્ય અને સમાજને થતા નુકસાનને લગતા ઘણા બધા ડેટા છે, પરંતુ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, તો પછી રમી પર પ્રતિબંધ શા માટે છે?'

તેના પર જજે કહ્યું કે, તમારે સમજવું જોઈએ કે, રમી પર સંપૂર્ણ પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો પરંતુ ઓનલાઈન રમી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બંને વચ્ચે ઘણો તફાવત છે. તમે ઘરે બેસીને રમી રમી રહ્યા છો, અને ઓનલાઈન રમી રહ્યા છો, તે બે વચ્ચેનો તફાવત સમજો. અમને ખબર નથી કે, ઓનલાઈન શું થઈ રહ્યું છે.

આના પર બેન્ચના બીજા જજ જસ્ટિસ ભરત ચક્રવર્તીએ સવાલ કર્યો હતો કે, ઓનલાઈન રમીમાં કાર્ડને કોણ પીટ કરે છે? સિંઘવીએ કહ્યું કે, તે અલ્ગોરિધમિકથી ચાલે છે. ઓનલાઈન ગેમ્સ શારીરિક રમતો કરતાં સલામત અને વધુ મનોરંજક છે. તેણે દલીલ કરી કે, જો તમે રમી રમવાનું સ્વીકારી રહ્યા છો તો પછી તમે ઓનલાઈન ગેમ કેવી રીતે બંધ કરી શકો છો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp