ભારતીય રૂપિયો પ્રથમ વખત 81ને પાર, ડોલર સામે અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિમાં

PC: indiatoday.in

વિદેશી હુંડિયામણ બજારમાં ભારતીય રૂપિયો વધારે પછડાટ ખાઇને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે. શુક્રવારે રૂપિયો 41 પૈસા તુટીને 81.20 પર પહોંચી ગયો છે. જાણકારોનું કહેવું છે કે રૂપિયો હજુ વધારે તુટી શકે અને 82ની સપાટી સુધી જઇ શકે છે.

ભારતીય રૂપિયામાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ડોલર સામે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. શુક્રવારે રૂપિયો ડોલર સામે 41 પૈસા ઘટીને 81.20ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો છે.

યુએસ ટ્રેઝરી યીલ્ડ્સ કેટલાંક વર્ષની ઊંચી સપાટીએ પહોંચવાથી અને આયાતકારો તરફથી ડોલરની ઊંચી માંગને કારણે રૂપિયામાં ઘટાડો થયો હતો. ગુરુવારે રૂપિયામાં ફેબ્રુઆરી પછીનો સૌથી મોટો સિંગલ સેશન ટકાવારી ઘટાડો થયો હતો. ગુરુવારે ડોલર સામે રૂપિયામાં 99 પૈસાનો ઘટાડો થયો હતો.

US ડૉલર ઇન્ડેક્સ 111ની રેન્જથી ઉપર સ્થિર છે. US બોન્ડ યીલ્ડમાં 4.1%નો ઉછાળો આવ્યો છે. ટ્રેડર્સેનું કહેવું છે  કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના બિન-આક્રમક હસ્તક્ષેપ અને USફેડરલ રિઝર્વના રેટ આઉટલૂકને કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. 10 વર્ષની US ટ્રેઝરી યીલ્ડ 3.70 ટકા વધી છે અને બે વર્ષની ટ્રેઝરી યીલ્ડ 4.16 ટકા વધી છે.

ગુરુવારે રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 80.86 રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો હતો. બુધવારે રૂપિયો 79.97 ના સ્તર પર હતો. ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે 111.35 પર લગભગ ફ્લેટ રહ્યો હતો, જે તેની બે દાયકાની ટોચની 111.81ની નજીક હતો. ગુરુવારે ડૉલર ઇન્ડેક્સ આ સ્તરે પહોંચી ગયો હતો.

ગુરુવારે એશિયન કરન્સીમાં રૂપિયો સૌથી વધુ નબળો પડતો ચલણ હતો. વિશ્લેષકોનું કહેવું છે કે રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. CR ફોરેક્સ એડવાઇઝર્સે એક નોંધમાં જણાવ્યું છે કે ટૂંકા ગાળામાં રૂપિયો નવા નીચા સ્તરે જઈ શકે છે. અમે માનીએ છીએ કે આવનારા સમયમાં રૂપિયો 81.80 થી 82 રૂપિયા સુધી જઈ શકે છે.

છેલ્લાં ઘણા સમયથી ભારતીય રૂપિયો ઘસાઇ રહ્યો છે, જે દેશ માટે ચિંતાનો વિષય છે. ભારતીય રૂપિયાની 8 વર્ષ પહેલાંની વાત કરીએ તો 1 ડિસેમ્બર-2014ના રોજ ડોલર સામે રૂપિયો 63.૩૩ની સપાટીએ હતો એ પછી સતત ગગડતો રહ્યો હતો. આઠ વર્ષમાં રૂપિયો ગગડીને 81ની નીચી સપાટીએ પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp