દક્ષિણ આફ્રિકાને ચિત્તા વસાવવા માટે લાગેલા 25 વર્ષ, આપણે ત્યાં 20માંથી 5-7 બચે..

કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા 20 ચિત્તાઓમાંથી 5-7 જ જીવતા બચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ ચિત્તા સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ વિશેષજ્ઞોનું એમ કહેવું છે 9 ચિત્તાઓના પહેલા જ મોત થઈ ચૂક્યા છે, જેમાં 9 વયસ્ક અને 3 બચ્ચા સામેલ છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ અહીં ચિત્તાની એક ચતુસ્થાંશ વસ્તી પહેલા જ સમાપ્ત થઈ ચૂકી છે અને વર્ષના અંત અગાઉ વધુ મોત થવાની આશંકા છે. કૂનોમાં ચિત્તા વસાવવાના પ્રયાસ દુનિયાના સૌથી મોટા વન્યજીવ સ્થળાંતરણમાંથી એક છે.

જાણકાર કહે છે કે, કૂનોમાં ચિત્તાઓનો અત્યાર સુધીનો મૃત્ય દર સામાન્ય માપદંડોની અંદર જ છે. એટલે ચિત્તાઓના મોતને લઈને વધુ ગભરાવાની જરૂરિયાત નથી. એક મીડિયા રિપોર્ટમાં વિશેષજ્ઞોના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ આફ્રિકાએ વર્ષ 1966માં ચિત્તાઓને ફરીથી વસાવવાનો પ્રયાસ શરૂ કર્યા તો તેમાં 26 વર્ષ લાગી ગયા. આફ્રિકન માહોલમાં ઢાળવા માટે ચિત્તાઓને સમય લાગ્યો અને આ દરમિયાન લગભગ 200ના મોત પણ થયા હતા. જો કે, ભરતામાં એટલા મોટા પ્રમાણમાં નુકસાનની સંભાવના નથી.

જાણકારો બતાવે છે કે, નિશ્ચિત રૂપે પ્રોજેક્ટ ચિત્તા આ પ્રકારના વધતા દર્દથી પસાર થશે. જો કે ગભરાવાની જરૂરિયાત નથી. દક્ષિણ આફ્રિકન એક્સપર્ટ કમિટીનું આ મંતવ્ય છે, જે સરકારના ચિત્તા પ્રોજેક્ટ સ્ટિયરિંગ કમિટીના પરામર્શ પેનલમાં પણ સામેલ છે. દક્ષિણ આફ્રિકા અને નામીબિયામાં મળીને વૈશ્વિક ચિત્તાની વસ્તીનો હિસ્સો 40 ટકા છે. દુનિયાભરમાં પ્રાણીઓમાં નિરંતર ઘટાડો જોતા દક્ષિણ આફ્રિકાએ નબળી પ્રજાતિઓ માટે પ્લાન બનાવ્યો. આ અનુસંધાને દેશના અંદર અને બહાર ફરીથી વસાવવાની શરૂઆત કરી.

થોડા વર્ષો બાદ સફળતા મળી અને આ દેશ આગળના ઘટાડાને રોકવામાં સક્ષમ થઈ ગયો. હાલમાં ચિત્તાઓની મેટા જનસંખ્યા દર વર્ષે 8 ટકા વધી રહી છે જે સંખ્યાના હિસાબે 40-60 છે. મધ્ય પ્રદેશ પ્રદેશ વન વિભાગ મુજબ કૂનોમાં હાલમાં 15 ચિત્તા રહી ગયા છે જેમાં 7 નર, 7 માદા અને એક બચ્ચું સામેલ છે. તેમાં એક એક બચ્ચું સહિત 14 ચિત્તા હાલમાં મોટા વાડામાં રાખ્યા છે. જ્યારે એક માદા ચિત્તા પણ જંગલમાં વિચરણ કરી રહી છે. કૂનોના વાડામાં રાખવામાં આવેલા 14 ચિત્તા સ્વાસ્થ્ય છે અને તેમનું સતત સ્વાસ્થ્ય પરીક્ષણ કૂનો વન્યપ્રાણી ચિકિત્સક ટીમ અને નામીબિયન વિશેષજ્ઞો તરફથી કરવામાં આવી રહી છે.

વિભાગે કહ્યું કે, જંગલમાં વિચરણ કરી રહેલી આ માદા ચિત્તાની એક ટીમ દ્વારા સખત દેખરેખ કરવામાં આવી રહી છે અને તેને પણ સ્વાસ્થ્ય પરીક્ષણ માટે વાડામાં લાવવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુલ 20 ચિત્તાઓને 2 ટીમોમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કૂનો લાવવામાં આવ્યા હતા. પહેલી ટીમ નામીબિયાથી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અને બીજી ટીમ આ વર્ષે ફેબ્રુઆરીમાં આવી. 4 બચ્ચાઓના જન્મ બાદ ચિત્તાઓની કુલ વસ્તી 24 થઈ ગઈ હતી, પરંતુ 9 ના મોત બાદ સંખ્યા ઘટીને 15 રહી ગઈ છે.

ચિત્તાઓના મોત પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી કે, કૂનોમાં જરૂર મોટી ચૂક થઈ. આજે સવારે નવમા ચિત્તાનું પણ મોત થઈ ગયું. આ તર્ક પૂરી રીતે બકવાસ છે કે આ મોતો અપેક્ષિત છે. ઇન્ટરનેશનલ ચિત્તા એક્સપર્ટ્સ દ્વારા તેને નકારી દેવામાં આવ્યું છે. એવું ત્યારે થાય છે જ્યારે વિજ્ઞાન અને પારદર્શિતાને પાછળ છોડી દેવામાં આવે છે. એવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ માટે દેખાડો અને પોતાને ગુણવાન જ સૌથી ઉપર થઈ જાય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.