જો ચાંદ પર લેન્ડિંગ ન કરી શક્યું ચંદ્રયાન-3 તો શું કરશે ISRO, બહાર આવ્યો પ્લાન
ચંદ્રયાન-3 પોતાના મૂન મિશન પર સતત આગળ વધી રહ્યું છે. તે ચંદ્રના હાઇવે (ઓર્બિટ)થી થતું ચંદ્ર નજીક પહોંચી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ એજન્સી (ISRO)એ આશા વ્યક્ત કરી છે કે 23 ઑગસ્ટની સાંજે યાન પોતાનું મિશન પૂરું કરી લેશે. ISROએ 5 ઑગસ્ટ 2023ના રોજ ચંદ્રમાના ઓર્બિટમાં ચંદ્રયાન-3ને પહોંચાડી દીધું છે. હવે ચંદ્રયાન-3, 1900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની ચારેય તરફ યાત્રા કરી રહ્યું છે. ઓર્બિટમાં પહોંચ્યા બાદ ISROએ ચંદ્રયાન-3ની મદદથી ચંદ્રની કેટલીક તસવીરો પણ મોકલી છે.
ISROના અધ્યક્ષ એસ. સોમનાથનું કહેવું છે કે, યાન પૂરી રીતે સુરક્ષિત છે અને આશા મુજબ આગળ વધી રહ્યું છે. જો ચંદ્ર પર લેન્ડિંગ સમયે કોઇ પ્રકારની પરેશાની આવે છે તો અમારી પાસે પ્લાન-B તૈયાર છે. ચંદ્રયાન-3 પોતાની સફળતા તરફ સતત આગળ વધી રહ્યું છે. ISRO અધ્યક્ષ એસ. સોમનાથે દિલ્હીમાં એક નિવેદનમાં કહ્યું કે, યાન આશા મુજબ આગળ વધી રહ્યું છે અને પૂરી રીતે સુરક્ષિત છે.
જો લેન્ડિંગ સમયે કોઇ પણ ટેક્નિકલી મુશ્કેલી ઉત્પન્ન થાય છે તો એવી સ્થિતિમાં લેન્ડિંગ કરવાનો વધુ એક અવસર આપવા માટે વૈકલ્પિક યોજનાઓ બનાવી છે. તેમણે આગળ જણાવ્યું કે, અમારો પ્રયાસ એવો છે કે જે સ્થાન પર લેન્ડિંગની યોજનાઓ બનાવવામાં આવી છે એ જ જગ્યાએ લેન્ડિંગ થાય. ચંદ્રમાની ચારેય તરફ અંતરીક્ષ યાનની ગતિ ઓછી કરીને તેની કક્ષાને ઓછી કરવામાં આવી રહી છે. ચંદ્રયાન-3એ 6 ઑગસ્ટના રોજ 170 x 4313 કિલોમીટરની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
તેને 9 ઑગસ્ટે 100 કિલોમીટર x 100 કિલોમીટની કક્ષમાં ઉતારવામાં આવશે. ત્યારબાદ 100 કિલોમીટર બાદ 100 કિલોમીટર x 30 કિલોમીટરની કક્ષામાં ઉતારવા અને 23 ઑગસ્ટે 5:47 વાગ્યે ચાંદ્રમાના દક્ષિણી ધ્રૂવ ક્ષેત્રની સપાટી પર એક સુનિશ્ચિત સ્થાન પર લેન્ડિંગ કરવામાં આવશે. ચંદ્રયાન-3થી ચંદ્રની કેટલીક તસવીરો પણ લેવામાં આવી છે. દરેક તસવીરમાં જમણી તરફ ગોલ્ડન રંગનું એક યંત્ર નજરે પડી રહ્યું છે. તે ચંદ્રયાન-3ની સોલાર પેનલ છે. તસવીરમાં સામે ચંદ્રમાની સપાટી અને તેના ખાડા નજરે પડી રહ્યા છે. દરેક તસવીરમાં તે વધતી જઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp