..હું એટલે મંદિર જાઉ છુ,ISRO ચીફે જણાવ્યું સાયન્સ અને આધ્યાત્મિકતા વચ્ચેનું અંતર

PC: ANI

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) પ્રમુખ એસ. સોમનાથ રવિવારે કેરળની રાજધાની તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂર્ણમિકવું વિસ્તારમાં ઉપસ્થિત ભદ્રકાળી મંદિરમાં પૂજા કર્યા બાદ તેમણે સંવાદદાતાઓ સાથે વાતચીત પણ કરી. તેમણે કહ્યું કે, હું એક એક્સપ્લોરર છું. હું ચંદ્રમા સાથે જોડાયેલી જાણકારીઓ શોધું છું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેની જાણકારી મેળવવી, મારા જીવનની યાત્રાનો હિસ્સો છે એટલે હું ઘણા મંદિરોમાં જાઉ છું અને મેં ઘણા ધર્મગ્રંથ વાંચ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, હું આ બ્રહ્માંડમાં પોતાના અસ્તવિત્વ અને પોતાના જીવનનો અર્થ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપણી સંસ્કૃતિનો એ એક હિસ્સો છે કે આપણે પોતાની અંદર અને બહારની દુનિયાની શોધ કરીએ. ISRO ચીસ એસ સોમનાથે કહ્યું કે, હું બાહ્ય દુનિયા માટે સાયન્સ પર નિર્ભર છું અને આત્મજ્ઞાન અને આંતરિક દુનિયા માટે મંદિર જાઉ છું. આ અગાઉ એસ. સોમનાથે કહ્યું હતું કે, ભારત સ્પેસ સેક્ટરમાં વધુ ઘણી બુલંદીઓ સ્પર્શી શકે છે, જેના માટે તેમને રોકાણ અને સહયોગની જરૂરિયાત છે.

તેમણે કહ્યું કે, ‘ભારત પાસે ચંદ્રમા, મંગળ અને શુક્રની યાત્રા કરવાની ક્ષમતા છે, પરંતુ આપણે પોતાનો આત્મવિશ્વાસ વધારવાની જરૂરિયાત છે. આપણે હજુ વધારે રોકાણ કરવાની જરૂરિયાત છે અને અંતરીક્ષ ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ. ISRO આખા દેશનો વિકાસ થવો જોઈએ, આ જ અમારું મિશન છે. અમે એ વિઝનને પૂરું કરવા માટે તૈયાર છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને આપ્યું હતું.’ એસ ઓમનાથે શનિવારે એમ પણ કહ્યું હતું કે, દેશનું પહેલું સૌર મિશન આદિત્ય L1 તૈયાર છે અને તેને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે.

ચંદ્રયાન-3ના ટચડાઉન પોઈન્ટને શિવશક્તિ નામ રાખવા પર ISROના ચેરમેન એસ. સોમનાથે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો અર્થ એ રીતે બનાવ્યો જે આપણાં બધા માટે જરૂરી છે. મને લાગે છે કે તેમ કંઈ ખોટું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો અર્થ પણ બતાવ્યો છે. તેમણે કહ્યું કે, શિવશક્તિ અને તિરંગા બંને ભારતીય નામ છે. આપણે જે કરી રહ્યા છીએ, તેનું એક મહત્ત્વ હોવું જોઈએ અને દેશના વડાપ્રધાન હોવાના સંબંધે આ નામ રાખવાનો વિશેષાધિકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp