લાઈવ TV પર સચિન સીમાને કિસ કરવા જતો હતો, એન્કરે કહ્યું- અરે કેમેરો ચાલુ છે,Video

PC: hindi.filmibeat.com

સચિન મીણા અને પાકિસ્તાનની સીમા હૈદરનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. આ વાયરલ ક્લિપ એક લાઈવ TV શોની છે. આ શોમાં સચિન અને સીમા પણ હાજર હતા પરંતુ અચાનક સચિન એટલો રોમેન્ટિક થઈ જાય છે કે, એન્કરને વચ્ચે પડવું પડે છે, સચિન જી, કેમેરો ચાલુ છે.

સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરી માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ TV, અખબારો અને શેરીઓમાં પણ વાયરલ છે. હા, જનતા આ બંને સાથે જોડાયેલી દરેક વસ્તુ જાણવા માંગે છે. આ જ કારણ છે કે, બંને રોજ TV પર જોવા મળે છે. પણ ભાઈ... આ વખતે જ્યારે બંને TV પર આવ્યા ત્યારે સચિનભાઈ ખૂબ જ રોમેન્ટિક થઈ ગયા. એટલા રોમેન્ટિક થયા કે તે ભૂલી ગયો કે કેમેરો ચાલુ છે. હા, એન્કરે યાદ કરાવવું પડ્યું કે, તે લાઈવ TV પર છે. હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ મેળવી રહી છે. તેમજ જનતા કોમેન્ટમાં પોતાની દિલની લાગણીઓ લખી રહી છે. જેમ કે, કેટલાક લોકો કહે છે કે, સચિન એટલો લપ્પુ નથી. જ્યારે કેટલાકે લખ્યું, સચિન 'નૉટી' બની ગયો છે….

આ વાયરલ ક્લિપ 31 સેકન્ડની છે. તેની સ્ક્રીન પર ત્રણ ફ્રેમ છે. એકમાં એન્કર, બીજામાં ગેસ્ટ અને ત્રીજામાં સીમા-સચિન જોવા મળે છે. જ્યારે મહેમાન કંઈક કહી રહ્યો હતો ત્યારે સચિન સીમા હૈદરની એકદમ નજીક ચાલ્યો જાય છે. એટલો નજીક કે એન્કરને કહેવું પડે છે, અરે! સચિન જી... કેમેરો ચાલુ છે. આ પછી સચિન-સીમા સહિત બધા હસવા લાગે છે. આના પર સીમા કહે છે, અમે વાત કરી રહ્યા હતા. પછી મહેમાન કહે છે, તેમનો પ્રેમ અમર છે…, પછી તે કેમેરા પાછળ હોય કે કેમેરાની સામે.

આ વીડિયો 3 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, આ પોસ્ટ કરીને લખવામાં આવ્યું કે, સચિન તો નૉટી લખાય ત્યાં સુધી 4 લાખ 16 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ ચાર હજાર લાઈક્સ મળી ચૂકી છે. અને હા, સેંકડો યુઝર્સે તેના પર કોમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે સચિન ભૈયા કાનમાં કંઈક કહી રહ્યા હતા. બીજાએ કહ્યું કે સચિન એટલો લપ્પુ નથી. તેવી જ રીતે અન્ય યુઝર્સે પણ મીમ્સ બનાવીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે બીજો કહે છે, હવે આના પર ઝીંગુરવાળી આંટી શું કહેશે? અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે, આ બધા નાટક ક્યારે ખતમ થશે?

અહીં તમને બતાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ A.P. સિંહ પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા મળે તે માટે કેસ લડી રહ્યા છે. રક્ષાબંધનના દિવસે A.P. સિંહે સીમાની પાસે રાખડી બંધાવી હતી. સીમાએ પણ તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને કહ્યું કે, હું ખુબ ખુશ છું કે, મને તેમના જેવો મોટો ભાઈ મળ્યો. A.P. સિંહે એમ પણ કહ્યું કે, તેઓ ગમે તે કરીને સીમા હૈદરને કોઈપણ કિંમતે ભારતીય નાગરિકતા અપાવીને જ રહેશે. એટલું જ નહીં તમામ અધિકારો પણ અપાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp