મહિલા પહેલવાનોને લઇ સચિનના ઘરની બહાર લાગ્યા પોસ્ટર, મમતા દીદી જોડાયા

વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલનારા પહેલવાનોના પક્ષમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખૂલીને સામે આવ્યા છે. પહેલવાનોના સપોર્ટમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ કોલકાતાના રસ્તા પર પગપાળા માર્ચ કાઢી. તેમાં મમતા બેનર્જી પણ સામેલ થયા. આ માર્ચ સાથે જ મમતા બેનર્જી પહેલવાનો માટે રસ્તા પર ઉતરીને માર્ચ કાઢનારા પહેલા મુખ્યમંત્રી બની ગયા છે. માર્ચ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ‘ભાજપના નેતા હોવાના કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી રહી નથી. આ દેશ માટે શરમની વાત છે.’
તેમણે કહ્યું કે, તેઓ (પહેલવાન) હરિદ્વાર ગયા, પરંતુ દોષીની ધરપકડ ન થઈ. ધરપકડની માગને લઈને અમારું ધરણાં પ્રદર્શન ચાલુ રહેશે. અમને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે. અમે આગામી દિવસોમાં વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. અમે તેમની સાથે વાત કરી છે, અમારી ટીમ તેમનું સમર્થન કરવા ત્યાં જશે. પહેલવાનોને ન્યાય અપાવવાની માગને લઈને તૃણમૂલ આજે કેન્ડલ માર્ચ કાઢશે. આ દરમિયાન પહેલવાનોનું સમર્થન ન કરનારા ખેલાડીઓ વિરુદ્ધ પણ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.
યૂથ કોંગ્રેસે બુધવારે સચિન તેંદુલકરના બંગલા બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં પહેવવાનોનું સમર્થન ન કરવા પર નારાજગી વ્યક્ત કરવામાં આવી. પોસ્ટર લગતા જ મુંબઈ પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ અને પોસ્ટર હટાવી દીધું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે પણ પહેલવાનોના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને મહિલા પહેલવાનોની માગ પર ધ્યાન આપવાની અપીલ કરી છે.
ચિઠ્ઠીમાં તેમણે કહ્યું કે, જે મહિલા પહેલવાનોને આપણે ગર્વથી પોતાના દેશની દીકરીઓ કહીએ છીએ, જેમની મહેનતથી દેશને કુશ્તીની રમતમાં ઘણા મેડલ મળ્યા છે તેઓ આજીજી કરી રહી છે. મહિલા પહેલવાનોએ ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે. પીડિત માત્ર સરકાર પાસે એક અશ્વાસનની માગ કરી રહ્યા છે. તેમની લડાઈમાં કોઈ પણ બાહુબલીના દબાવ વિના તેમને ન્યાય મળવો જોઈએ. મને આશા છે કે એવું કોઈ કામ ફરી નહીં થાય, જેવું 28 માર્ચના રોજ થયું.
વડાપ્રધાન મોદી તેમની વાત સાંભળશે અને તેમને ન્યાય અપાવશે. આ અગાઉ મંગળવારે પહેલવાનોના એક પગલાએ આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેકહ્યું હતું. રેસલર્સે પોતાના મેડલ હરિદ્વાર પહોંચીને ગંગા નદીમાં વહાવવાની જાહેરાત કરી હતી. પ્લાન મુજબ, સાંજના સમયે ભારે ભીડ વચ્ચે પહેલવાન હર કી પૌડી પહોંચ્યા હતા, પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતે ત્યાં પહોંચીને તેમના મેડલ લીધા અને તેમને સમજાવતા સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp